ભારતીય શાસ્ત્રીય સંગીત, નૃત્ય, વદન જેવા સાંસ્કૃતિક વારાસાથી યુવાપેઢીને પરિચિત કરવા માટે રાષ્ટ્રીય તથા અંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી પ્રવૃત્તિ SPICMACAY દ્વારા ‘વિરાસત’ શીર્ષક હેઠળ શહેરમાં પાંચ દિવસ દિગ્ગજ કલાકારોની કલાની પ્રસ્તુતિના આયોજન કરવામાં આવ્યું.

જેના ભાગરૂપે અમારી શાળામાં તા.૨૦-૦૧-૨૦૨૦ ના રોજ પદ્મશ્રી, પદ્મભૂષણ તેમજ ગ્રેમી એવોર્ડથી નવાજિત પંડિત વિશ્વ મોહન ભટ્ટનું ‘મોહન વીણાવાદન’ શ્રી હિમાંશુ મહંતના તબલાની સંગત સાથે વિદ્યાર્થીઓ સમક્ષ કલા પ્રસ્તુતિ કરવામાં આવી. આ સાથે તા: ૦૧/૦૨/૨૦૨૦ના શનિવારના રોજ પપેટરીના નિષ્ણાંત ‘ડોલ્સ થીએટર’ ના દિગ્દર્શક શ્રી સુદીપ ગુપ્તાજી તથા તેમની ટીમે ખુબજ અદભૂત રીતે પપેટ શો રજૂ કરી વિદ્યાર્થીઓને રસતરબોળ કરી.

સંસ્થાના મંત્રીશ્રી ડૉ. કેતનભાઈ શેલતના પ્રોત્સાહન તથા આચાર્યાશ્રી નિમિષાબહેન નાયકના માર્ગદર્શન હેઠળ આ બંને કાર્યક્રમો ખૂબ જ સફળ રહયાં.