તા.૩૦/૧/૨૦૨૦ ને ગુરુવારના રોજ જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવન અને મો.વ.બુનકી બાળભવનનાં સંયુક્ત ઉપક્રમે ગાંધી નિર્વાણ દિને “ગાંધી બાળમેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું. મોહન થી મહાત્મા સુધીની સફરના આ પ્રદર્શનમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઇ પ્રદર્શનને સફળ બનાવ્યું હતું. ગાંધી વિચારધારાને વરેલ એવા સામાજિક કાર્યકર શ્રી પરિમલભાઈ દેસાઈ પધાર્યા હતા. જીવનભારતી મંડળનાં સભ્યશ્રી ભાનુભાઈ શાહ, શ્રી ડૉ. કેતનભાઈ શેલત, શ્રી નગીનભાઈ પટેલ પધાર્યા હતા. શહેરની અગ્રણી શાળાઓએ આ પ્રદર્શન નિહાળી સફળ પ્રદર્શન માટે પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.