તા : ૨૬/૦૧/૨૦૨૦ રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત આપણી શાળા જીવનભારતી કુમારભવનની વિદ્યાર્થીનીઓ દ્વારા “પોલીસ પરેડ ગ્રાઉન્ડ” ખાતે દેશભક્તિ ગીત પર સુંદર નૃત્યની પ્રસ્તુતિ થઇ હતી. જેમા કુલ ૧૦ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. શહેરના પોલીસ કમિશ્નર શ્રી બ્રજભટ્ટ સાહેબ શ્રી તરફથી સ્મૃતિ ભેટ સ્વરૂપે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન શ્રી દક્ષાબેન સુરતી અને શ્રી નીતુબેન દુબે તરફથી પૂરું પાડવામાં આવ્યું હતુ. શાળાના આચાર્યાશ્રી પિંકીબેન માળી તરફથી ખૂબ આનંદ અને ઉત્સાહ પૂર્વક પૂર્ણ થયો હતો.