તા: ૨૬.૦૧.૨૦૨૦ ને રવિવારના રોજ ૭૧મા પ્રજાસત્તાક દિનની ઉજવણી જીવનભારતી મંડળ સંચાલિત પ્રવૃત્તિ વિદ્યાલય (માધ્યમિક વિભાગ), દ્વારા થઇ હતી. આ પર્વની ઉજવણી નિમિત્તે માનવતા નિવૃત્ત આચાર્ય તેમજ વાર્તાકાર, ગાંધીવાદી શ્રી પ્રતાપભાઈ ત્રિવેદીને મુખ્ય અતિથી તરીકે આમંત્રિત કરાયા હતા તેમજ તેઓના વરદ્હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ થયો હતો. પ્રાસંગિક ઉદબોધન અંતર્ગત પ્રતાપભાઈએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો.
ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીત, ઝંડાગીત અને દેશભક્તિગીત તથા નૃત્ય રજુ થયું. ત્યારબાદ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રકક્ષાએ અને રાજ્યકક્ષાએ વિજેતા અને આંતરભવન ચિત્રસ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને ઇનામ આપી, પ્રોત્સાહિત કર્યા હતા.