બાળકેળવણીમાં રમતગમતનું આગવું સ્થાન છે. ક્રીડાંગણમાં રમતો રમવાથી બાળકોનો શારીરિક માનસિક વિકાસ સાથે સામાજિક વિકાસને વેગ મળે છે. ખેલદીલીની ભાવના વિકસે છે. આ હેતુ ને સિધ્ધ કરવા રમોત્સવનું આયોજન કરાયું હતું જેમાં બાળકોએ ગોળમાં ઘન, કોથળા કૂદ, બટાકા દોડ, બેલેન્સીંગ, સંગીત ખુરશી, મોતી પરોવવા, પીછે દોડ, દેડકા કૂદ, બની વોક (બતક ચાલ), લીંબુ ચમચી, સિક્કા શોધ, વિઘ્ન દોડ, કાંટા દોડ, ટાયર રેસ, લંગડી જેવી રમતોમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.