Grand Celebration of the 80th Foundation Day

મનુષ્યની સર્વાંગી કેળવણીની ઉમદા ધ્યેયને વરેલી જીવનભારતી સંસ્થા તેના ગૌરવશાળી અસ્તિત્વના 80 વર્ષ પૂર્ણ કરવા બદલ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના આદ્યસ્થાપક અને આદરણીય શિક્ષણવિદ શ્રી ચંદ્રવદન ચૂનીલાલ શાહ સાહેબના આદર્શને વરેલી અમારી સંસ્થા જીવનભારતીની અવિસ્મરણીય યાત્રાને કરવા ‘પ્રભાતફેરી’ અને ‘જીવનભારતીની વિકાસગાથા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે રક્તદાન એ મહાદાન એ વાતને ધ્યાનમાં રાખીને રક્તદાનનો મહિમા સમજાવવા ‘ રક્તદાન શિબિરનું ‘ પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અમૂલ્ય અવસરે ‘જીવનભારતીની વિકાસગાથા’ ગૌરવશાળી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓ સમાજના અગ્રણીઓ જેવા કે મુખ્ય મહેમાન શ્રી ઇશ્વરભાઇ પટેલ, અતિથિવિશેષ શ્રી નયનભાઈ ભરતીઆ, પ્રભાતફેરીના પ્રસ્થાનકર્તા શ્રી શિરીષભાઈ દેસાઈ, સાંસદ શ્રી દર્શનાબેન જરદોશ, શ્રી કપિલભાઈ શુક્લ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો. સંગીત શિક્ષકો દ્વારા ‘ પ્રેમળ જ્યોતિ તારો… ‘ સુમધુર પ્રાર્થના પ્રસ્તુત થઈ. કુમારભવનની વિદ્યાર્થીનીઓ દ્વારા શાળા ગીત અને એની સાથે આહલાદક નૃત્યની રજૂઆત કરવામાં આવી. મંડળના મંત્રીશ્રી અજીતભાઈ શાહ સાહેબે શાબ્દિક આવકાર પ્રવચન આપી ઉપસ્થિત સૌનું હાર્દિક અભિવાદન કર્યું કારોબારી સભ્ય તથા વિદ્યાસભાના અધ્યક્ષ શ્રી મિતાબેન ઝવેરીએ શાહ સાહેબના શૈક્ષણિક વિચારો આધારિત પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું. જીવનભારતી મંડળના મંત્રી શ્રી મયંકભાઇ ત્રિવેદીએ કાર્યક્રમને અંતે આભાર વિધિ કરી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રચનાબેન અને શ્રી ભાવિશાબેને કર્યું. સમગ્ર કાર્યક્રમના કન્વીનર તરીકે શ્રી ભામિનીબેન રાવળ, શ્રી મૃગાબેન વજીર, શ્રી અમીબેન નાયકે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. શાળાની ૮૦ વર્ષની વિકાસગાથાને દર્શાવતા ચન્દ્રવદન શાહ સાહેબના કેળવણી વિષયક વિચારો આધારિત વિવિધ ભવનોના વિદ્યાર્થીઓએ ‘જીવનભારતી એટલે શિક્ષણનું કલ્પવૃક્ષ ‘, ‘મનની કેળવણી’, ‘બીજથી વટવૃક્ષ સુધી’ જેવા વિષયો પર નાટક ભજવ્યા.