તા. ૧૬/૦૧/૨૦૨૦ ગુરુવારના રોજ જિલ્લાશિક્ષણાધિકારી કચેરી સુરત દ્વારા આયોજિત “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ અંતર્ગત ‘આકાશ મારી મુઠ્ઠીમાં’ વિષય ઉપર જીવનભારતી રંગભવન ખાતે એક સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના બી.એડ નાં તાલીમાર્થીઓ દ્વારા તથા સ્વાગત નૃત્ય વિદ્યાર્થીની દિયા પાટીલ દ્વારા કાર્યક્રમની શરૂઆત થઇ હતી. જિલ્લાશિક્ષણાધિકારી શ્રી એચ. એચ. રાજ્યગુરુ સાહેબે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. આ સેમિનારમાં સુરત શહેરની ૧૦ શાળાઓના ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ નાં કુલ ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. પરેશભાઈ પટેલએ દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા કલીપ અને વિવિધ ઉદાહરણો સહીત રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું. તેમણે સ્વપ્નને સાકાર કરવા શું કરવું? હંમેશા ઊંચું નિશાન રાખી માનસિક મર્યાદામાંથી કેવી રીતે બહાર આવવું? જીદ્દી અને પાગલ બની સફળતા કેવીરીતે પ્રાપ્ત કરવી? તથા યાદ રાખવાની ટેકનીક વગેરે બાબતોની રસપ્રદ માહિતી વિદ્યાર્થીઓને પીરસી હતી અંતે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી અરુણભાઈ અગ્રવાલ સાહેબે આભાર વિધિ વ્યક્ત કરી હતી.