સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત ગોપી કલા ઉત્સવમાં રાષ્ટ્રપિતા ગાંધીબાપુના જીવન મંત્ર “મારું જીવન એ જ મારો સંદેશ” અંતર્ગત અંધારા થી ડર લાગતા રંભા દાસી દ્વારા “રામ” નામનો મંત્ર શ્રવણ અને હરિશ્ચંદ્રની વાર્તા દ્વારા માતા-પિતા ની સેવા, સત્ય અને સદાચાર, સાઉથ આફ્રિકામાં રંગભેદ ના લીધે અન્યાય થી ઉદભવેલ સત્યાગ્રહની યાત્રા સાથે સવિનય અવજ્ઞા આંદોલન, ચંપારણ, અસહયોગ આંદોલન, દાંડીકુચ દ્વારા વિશ્વના યુગ પુરુષ મહાત્મા ગાંધીની જીવનયાત્રાને નૃત્ય નાટિકા સ્વરૂપે જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલયનાં બાળાઓ દ્વારા હૃદયસ્પર્શી રજૂઆત કરવામાં આવી હતી.