પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં રોજ ઇનામ વિતરણ

2024-03-19T14:50:31+09:00

જીવન ભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં તા: 16-3- 2024 ના રોજ ઇનામ વિતરણ સમારંભ યોજાયો. આ કાર્યક્રમમાં બાળકો માટે વર્ષ દરમિયાન યોજાયેલ વિવિધ હરીફાઈઓ, આંતર શાળા હરિફાઈ અને મૉનટેસોરી તાલીમાર્થી બહેનોની વિવિધ હરીફાઈનો ઇનામ વિતરણ કાર્યક્રમ ભૂતપૂર્વ વિદ્યાર્થી અનેરીબેન આચાર્યના મહેમાન પદે યોજાયો. આ કાર્યક્રમમાં જીવન ભારતી મંડળના મંત્રી શ્રી મયંકભાઇએ પ્રોત્સાહક ઉદબોધન આપ્યું. આ કાર્યક્રમમાં વાલી મંડળના હોદ્દેદારશ્રીઓ વિવિધ ભવન ના આચાર્યશ્રીઓ ,નિરીક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. હરીફાઈ ના વિજેતા બાળકોને શીલ્ડ આપવામાં આવ્યા તથા દરેક બાળકોને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા .આ સમારંભ માં વિશાળ સંખ્યામાં વાલીશ્રી ઓએ હાજર રહી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં રોજ ઇનામ વિતરણ2024-03-19T14:50:31+09:00

તારામોતી બાળભવનમાં ગણેશ સ્થાપના

2023-09-22T15:27:02+09:00

જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. વિધ્નહર્તા ગણેશજીને ઢોલક અને ખંજરીના તાલે હર્ષોલ્લાસ સાથે નાચતાં કૂદતાં સ્થાપના કરવામાં આવી હતી. આ સાથે ગણેશજી શા માટે પહેલા પૂજાય છે? તેની સમજ આપી હતી. ગણેશજીના નારા સાથે બાળકો ગણેશમય બન્યા હતા.

તારામોતી બાળભવનમાં ગણેશ સ્થાપના2023-09-22T15:27:02+09:00

જન્માષ્ટમીની ઉજવણી – તારામોતી બાળભવન

2023-09-09T14:16:02+09:00

જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.જેમા કૃષ્ણ જન્મલીલા ની નૃત્ય નાટિકા, મટકીફોડ અને તાલીમાર્થી બહેનો દ્વારા નાગદમનની નૃત્ય નાટિકાની રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં છોકરાઓ કૃષ્ણ અને છોકરીઓ રાધા બનીને આવ્યા હતા. હાથી ઘોડા પાલખી... જય કનૈયા લાલ કી... ના નામથી વાતાવરણ ગૂંજવા માંડયું.

જન્માષ્ટમીની ઉજવણી – તારામોતી બાળભવન2023-09-09T14:16:02+09:00

રક્ષાબંધનની ઉજવણી

2023-09-02T13:40:35+09:00

જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં ભાઈ- બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.જેમા બલી રાજાની, હુમાયુ અને કર્ણાવતીની વાર્તા દ્વારા રક્ષાબંધનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ સાથે બહેનોએ ભાઈને રાખડી બાંધીને મોં મીઠું કરાવ્યું હતું તથા ભાઈઓએ બહેનની રક્ષા કરવાનું વચન આપ્યું હતું.

રક્ષાબંધનની ઉજવણી2023-09-02T13:40:35+09:00

તારામોતી બાળભવનમાં સ્વાતંત્ર્યદિન પર્વની ઉજવણી

2023-08-15T12:40:12+09:00

તા ૧૪ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવન માં સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોને દેશને કાજે પ્રાણ ન્યોછાવર કરનાર દેશભક્ત વીરો ની ગાથા સમજાવવામાં આવી. આ સાથે જ તિરંગા ના ત્રણ રંગો શું સૂચવે છે? તેની સમજ આપવામાં આવી. વિવિધ રાષ્ટ્રીય પ્રતીકોનો પરિચય આપવામાં આવ્યો હતો .જયાં મનમાં સ્વતંત્રતાનો સાદ, શબ્દોમાં વિશ્વાસ નો રણકાર, હૃદયમાં ભારતના ગૌરવના ગાન છે.

તારામોતી બાળભવનમાં સ્વાતંત્ર્યદિન પર્વની ઉજવણી2023-08-15T12:40:12+09:00

વાર્ષિકોત્સવ “નરસિંહ થી નર્મદ સુધી”

2023-03-06T16:39:31+09:00

સર્વાંગી કેળવણીના મૂળમંત્ર ને વરેલી સંસ્થા જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી  પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવન દ્વારા પ્લેટિનમ જયુબિલી મહોત્સવ "સાહિત્યમૃતમ" અંતર્ગત ગુજરાતી સાહિત્ય અને સંગીત દ્વારા માતૃભાષાના સાહિત્યિક વારસાને જાળવવા "નરસિંહ થી નર્મદ સુધી"ની ઝાંખી વિશ્વ માતૃભાષા ગૌરવ દિન નિમિત્તે પ્રસ્તુતિનો અનેરો સંયોગ સર્જાયો હતો. આ કાર્યક્રમમાં નરસૈયાની શ્રદ્ધા ,ઝવેરચંદ મેઘાણીની ખુમારી અવિનાશ વ્યાસની જીવનની ફિલસૂફી સાથે મીરાબાઈ અને ગૌરાકુભારની ભક્તિ અને સુરતના પનોતાપુત્ર નર્મદની ખુદારી બાળ પુષ્પો એસુંદર રીતે મંચ ઉપર અભિવ્યક્ત કરી હતી. વિડીયો ગેલેરી

વાર્ષિકોત્સવ “નરસિંહ થી નર્મદ સુધી”2023-03-06T16:39:31+09:00

નાતાલની ઉજવણી

2022-12-24T14:12:43+09:00

જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં તા:૨૩/૧૨/૨૦૨૨ ને શુક્રવાર ના રોજ #નાતાલની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.તેની એક ઝાંખી આપની સમક્ષ રજૂ કરીએ છીએ.

નાતાલની ઉજવણી2022-12-24T14:12:43+09:00

રમકડાં લાયબ્રેરીનું આયોજન

2021-06-29T16:01:26+09:00

સર્વાંગી કેળવણીના મૂળમંત્રને વરેલી સંસ્થા જીવનભારતી બાળ કેળવણી ક્ષેત્રે પ્રયોગાત્મક અને પ્રેરણાત્મક પ્રવૃત્તિ થકી બાળકોના ઘડતર માટે હંમેશા કટિબદ્ધતા સાથે કાર્યરત સાથે કાર્યરત છે. આ અભિગમ અંતર્ગત પ્રવર્તમાન સંજોગોને આધીન બાળકો શાળામાં આવી શકતા નથી, પરંતુ બાળકોનું ઘડતર અને સર્વાંગી વિકાસનું ધ્યેય પરિપૂર્ણ કરવાના આશય સહ રમકડાં લાયબ્રેરીનું આયોજન કરાયું જેમાં બાળકોનું સ્નાયુઓની કુશળતા, ભાવનાત્મક વિકાસ, સામાજિક વિકાસ અને બૌધ્ધિક વિકાસને વેગવાન બનાવે તેવા રમકડાં વાલીશ્રીઓ શાળામાંથી લઇ જઈ બાળક ઘરે રમી શકે એ આશય સાથે રમકડાં લાયબ્રેરીનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાલીશ્રીઓ ઉત્સાહ ભેર રમકડાં લાયબ્રેરીમાંથી બાળકો માટે પસંદગી કરીને લઇ ગયા હતા. આ રમકડાં બાળકો ઘરે રમી રહે પછી પંદર દિવસ પછી બીજું રમકડું રમવા માટે લઇ જઈ શકે એવી સુવિધા શાળામાંથી નિઃશુલ્ક આપવામાં આવેલ છે.

રમકડાં લાયબ્રેરીનું આયોજન2021-06-29T16:01:26+09:00
Go to Top