ગાંધી બાળમેળા
jbm2020-02-03T13:34:51+09:00તા.૩૦/૧/૨૦૨૦ ને ગુરુવારના રોજ જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવન અને મો.વ.બુનકી બાળભવનનાં સંયુક્ત ઉપક્રમે ગાંધી નિર્વાણ દિને "ગાંધી બાળમેળા"નું આયોજન કરવામાં આવ્યું હતું. મોહન થી મહાત્મા સુધીની સફરના આ પ્રદર્શનમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઇ પ્રદર્શનને સફળ બનાવ્યું હતું. ગાંધી વિચારધારાને વરેલ એવા સામાજિક કાર્યકર શ્રી પરિમલભાઈ દેસાઈ પધાર્યા હતા. જીવનભારતી મંડળનાં સભ્યશ્રી ભાનુભાઈ શાહ, શ્રી ડૉ. કેતનભાઈ શેલત, શ્રી નગીનભાઈ પટેલ પધાર્યા હતા. શહેરની અગ્રણી શાળાઓએ આ પ્રદર્શન નિહાળી સફળ પ્રદર્શન માટે પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.
રમતોત્સવ
jbm2020-01-24T15:25:25+09:00બાળકેળવણીમાં રમતગમતનું આગવું સ્થાન છે. ક્રીડાંગણમાં રમતો રમવાથી બાળકોનો શારીરિક માનસિક વિકાસ સાથે સામાજિક વિકાસને વેગ મળે છે. ખેલદીલીની ભાવના વિકસે છે. આ હેતુ ને સિધ્ધ કરવા રમોત્સવનું આયોજન કરાયું હતું જેમાં બાળકોએ ગોળમાં ઘન, કોથળા કૂદ, બટાકા દોડ, બેલેન્સીંગ, સંગીત ખુરશી, મોતી પરોવવા, પીછે દોડ, દેડકા કૂદ, બની વોક (બતક ચાલ), લીંબુ ચમચી, સિક્કા શોધ, વિઘ્ન દોડ, કાંટા દોડ, ટાયર રેસ, લંગડી જેવી રમતોમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
રાત્રી રોકાણ અને પ્રવાસ
jbm2020-01-07T15:37:21+09:00પરાવલંબન થી સ્વાવલંબન નું પ્રથમ સોપાન એટલે રાત્રી રોકાણ નું આયોજન જીવન ભરતી પ્રવૃત્તિ વિદ્યાલય ખાતે કરવા મા આવિયું હતું જેમાં બાળકો એ શાળા પરિવાર સાથે રાતવાસો કરી સ્વાવલંબન તરફ પ્રથમ ડગ માંડ્યા હતા.
ગોપીકલા ઉત્સવ
jbm2020-01-01T14:03:32+09:00સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત ગોપી કલા ઉત્સવમાં રાષ્ટ્રપિતા ગાંધીબાપુના જીવન મંત્ર "મારું જીવન એ જ મારો સંદેશ" અંતર્ગત અંધારા થી ડર લાગતા રંભા દાસી દ્વારા "રામ" નામનો મંત્ર શ્રવણ અને હરિશ્ચંદ્રની વાર્તા દ્વારા માતા-પિતા ની સેવા, સત્ય અને સદાચાર, સાઉથ આફ્રિકામાં રંગભેદ ના લીધે અન્યાય થી ઉદભવેલ સત્યાગ્રહની યાત્રા સાથે સવિનય અવજ્ઞા આંદોલન, ચંપારણ, અસહયોગ આંદોલન, દાંડીકુચ દ્વારા વિશ્વના યુગ પુરુષ મહાત્મા ગાંધીની જીવનયાત્રાને નૃત્ય નાટિકા સ્વરૂપે જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલયનાં બાળાઓ દ્વારા હૃદયસ્પર્શી રજૂઆત કરવામાં આવી હતી.
ગિજુભાઈ બધેકા જન્મજયંતી
jbm2020-10-21T19:52:29+09:00બાળ કેળવણીનાંપ્રણેતા પ્રવૃત્તિમ શિક્ષણનાં પ્રોત્સાહક પ્રદાતા. પ્રેમ, સંસ્કાર, શિક્ષણરૂપી સૌરભથી બાળજગતને મહેકાવનાર બાળસાહિત્યનાં બ્રહમા, મૂછાળી 'મા' ના ઉપનામથી શોભાયમાનદિવાસ્વપ્નનાં રચયિતા બની બાળ વિકાસની રાહ ચીઘનાર. શ્રી ગિજુભાઈ બધેકા જન્મ જયંતી નિમિત્તે એમના દ્વારા લિખિત બાળવાર્તા અને બાળનાટકો ની રજુ કર્યા હતા તેમજ બાળકોએ ગિજુભાઈ બધેકાને નતમસ્તક પ્રણામ કરી સ્મરણાંજલિ પાઠવી હતી.