શિક્ષકદિનની ઉજવણી – મો. વ. બુનકી બાળભવન

2023-09-06T15:37:13+09:00

જીવનભારતી મંડળ સંચાલિત મો. વ. બુનકી જીવનભારતી બાળભવનમાં પ મી સપ્ટેમ્બરના રોજ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી,બાળભવનના અને કિશોર ભવનના વિદ્યાર્થીઓ શિક્ષક બનીને આવ્યા હતા. શિક્ષક એટલે જ્ઞાન, કર્મ, અને ભક્તિનો ત્રિવેણી સંગમ.જે વિદ્યાર્થીઓ શિક્ષક બનીને આવ્યા હતા તે દરેકને સન્માનપત્ર , બોલપેન તથા વાલીમંડળના સભ્યો તરફથી ક્લર આપ્યા હતા. તથા જીવનભારતી મંડળના કારોબારી સભ્ય શ્રી અમિતભાઈ ઠાકર , કિશોર ભવનના આચાર્યાં શ્રી ભામિનીબેન રાવલ નિરીક્ષક શ્રી રાજેશભાઈ પારેખ અને આચાર્યાશ્રી રચનાબેન ચોખાવાળાએ વિદ્યાર્થીઓને આર્શીવચન પાઠવ્યા હતા. દરેક વિદ્યાર્થી શિક્ષક બની સ્વને ગૌરવ શાળી માનતા હતા,અને ભવિષ્યનાં સ્વપ્ન દ્રષ્ટા બનવાના માર્ગ પર આગળ વધવાની સંકલ્પના સાથે શિક્ષક બની શિક્ષક દિનને બહુમૂલ્ય બનાવ્યો હતો.

શિક્ષકદિનની ઉજવણી – મો. વ. બુનકી બાળભવન2023-09-06T15:37:13+09:00

શિક્ષક : શાશ્વત સાધક

2023-09-05T20:09:13+09:00

5 મી સપ્ટેમ્બર ૨૦૨૩ને શિક્ષકદિન ઉજવણી નિમિત્તે જીવનભારતી મંડળ દ્વારા જીવનભારતીના રંગભવનમાં "શિક્ષક : શાશ્વત સાધક" વિષય ઉપર શ્રી ભાગ્યેશભાઈ જહાના વક્તવ્યનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં જીવનભારતી મંડળના મંત્રીશ્રી કેતનભાઈ શેલતે વક્તાશ્રી ભાગ્યેશભાઈ જહાને શાબ્દિક આવકાર આપ્યો, મંડળના પ્રમુખશ્રી ભરતભાઈ શાહ અને ટ્રસ્ટીશ્રી ડૉ. બિપીનભાઈ દેસાઈએ પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ આપીને વક્તાનું સન્માન કર્યું. પોતાના વક્તવ્યમાં શ્રી ભાગ્યેશભાઈ જહાએ કહ્યું કે "હસમુખો શિક્ષક વર્ગને ચેતના અર્પે છે. શિક્ષક કદી ઘરડો થતો નથી." જીવનભારતીની પરંપરા અનુસાર વક્તાશ્રીને સ્નેહનું સંભારણું અર્પિત કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી અજીતભાઈ શાહે આભારવિધિ કરી. કાર્યક્રમના સંયોજક તરીકે શ્રી અમી તરલ નાયક અને કાર્યક્રમનું સંચાલન શ્રી સોનલ સુરતીએ કર્યું.

શિક્ષક : શાશ્વત સાધક2023-09-05T20:09:13+09:00

રક્ષાબંધનની ઉજવણી

2023-09-02T13:40:35+09:00

જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં ભાઈ- બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.જેમા બલી રાજાની, હુમાયુ અને કર્ણાવતીની વાર્તા દ્વારા રક્ષાબંધનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ સાથે બહેનોએ ભાઈને રાખડી બાંધીને મોં મીઠું કરાવ્યું હતું તથા ભાઈઓએ બહેનની રક્ષા કરવાનું વચન આપ્યું હતું.

રક્ષાબંધનની ઉજવણી2023-09-02T13:40:35+09:00

ચંદ્રયાન – ૩ નું ચંદ્ર પર લેન્ડીંગનું લાઈવ પ્રસારણ

2023-08-24T18:13:32+09:00

આજનો દિવસ ભારતવર્ષ માટે ખરેખર ઐતિહાસિક છે. આજ સુધી સમગ્ર વિશ્વમાંથી માત્ર અમેરિકા, રશિયા અને ચીન જેવા ૩ જ દેશ કરી શક્યા છે તે કાર્ય આજે ભારતે કરી બતાવ્યું છે. ભારતનું ચંદ્રયાન - ૩ આજે સફળતા પૂર્વક ચંદ્ર પર લેન્ડ થઈ ગયું છે. સમગ્ર ભારતવર્ષની જેમ આજે જીવનભારતી મંડળમાં પણ ઉત્સવ જેવો માહોલ હતો. વિદ્યાર્થીઓ આ ઐતિહાસિક ક્ષણને વ્યવસ્થિત રીતે માણી શકે તે માટે જીવનભારતી મંડળના રંગભવનમાં આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ બિગ સ્ક્રીન પર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના દરેક વિભાગમાંથી લગભગ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા. બાળકોને ચંદ્રયાન - ૨ પ્રોજેક્ટ વિષે તથા તેની પ્રોસેસ અને કાર્યો વિષે પણ સમજાવવામાં આવ્યું હતું.  આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એસ્ટ્રોનોમી ક્લબ ના હેડ શ્રી અમી નાયકે કર્યું હતું.

ચંદ્રયાન – ૩ નું ચંદ્ર પર લેન્ડીંગનું લાઈવ પ્રસારણ2023-08-24T18:13:32+09:00

હળદર પત્રનો ઉપયોગ કરી રક્ષાબંધન કાર્ડ

2023-08-24T17:36:11+09:00

પ્રવૃત્તિ વિદ્યાલય પ્રાથમિક વિભાગમાં હળદર પત્રનો ઉપયોગ કરી રક્ષાબંધન નિમિત્તે કાર્ડ બનાવ્યા. શ્રેણી : 7 ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમાં એસિડ-બેઈઝ ચકાસવા માટે સૂચક તરીકે હળદરપત્ર વપરાય છે જેના પર સાબુનું દ્રાવણ લગાડતા તે લાલ કલરનું બને છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને રક્ષાબંધનના કાર્ડ બનાવ્યા.

હળદર પત્રનો ઉપયોગ કરી રક્ષાબંધન કાર્ડ2023-08-24T17:36:11+09:00

માર્ગ સલામતી – ટ્રાફિક એજ્યુકેશન – જનજાગૃતિ ૨૦૨૩-૨૪

2023-08-22T16:31:35+09:00

કાર્યક્રમનો હેતુ : વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાહનચાલકો (ડ્રાઇવરો) માં "માર્ગ સલામતી"ની ભાવના પ્રબળ બને તથા ટ્રાફિકના નિયમોની જાણકારી - એજ્યુકેશન મળી રહે. ટ્રાફિકના નિયમોની સંપૂર્ણ જાણકારીથી નવી યુવા પેઢી વાકેફ થાય તથા રોડ અકસ્માતોથી જાનહાનિ ઘટે. ભારત સરકારના "મેરી માટી, મેરા દેશ" અંતર્ગત પરિપત્ર નંબર-૫૨૦૮ મુજબ ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગ, સુરત આર.ટી.ઓ. [પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારશ્રીની કચેરી, સુરત (પાલ)] દ્વારા માર્ગ સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની મધુર શરૂઆત જીવનભારતી કુમારભવનના પ્રાર્થના વૃંદ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમના વક્તા દ્વારા માર્ગ સલામતી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ppt દ્વારા સુંદર રજૂઆત અને જરૂર જણાય ત્યાં વિડિયો દ્વારા માહિતી પૂરી પાડવામાં વિવિધ વિદ્યાર્થીઓની મદદ લઈને માર્ગ ઉપર પગે ચાલવાની અને વાહન ચલાવવાની યોગ્ય રીત દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત અકસ્માત નિવારણ અંગે યોગ્ય ઉદાહરણ

માર્ગ સલામતી – ટ્રાફિક એજ્યુકેશન – જનજાગૃતિ ૨૦૨૩-૨૪2023-08-22T16:31:35+09:00

મારી માટી, મારો દેશ

2023-08-21T20:25:19+09:00

શહીદોને શ્રધ્ધાંજલિ અને વીરોને વંદન આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત શ્રી આર .ડી ધાએલ જીવનભારતી મા. વિદ્યાલય, નાનપુરા, સુરત ખાતે વાલી-મંડળના સભ્યો વિશેષ ઉપસ્થિતિમાં "મારી માટી, મારો દેશ" કાર્યક્રમમાં વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાના આચાર્યાશ્રી પિંકીબેન માળી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકમમાં વિવિધ સ્પર્ધા જેવી કે ચિત્ર સ્પર્ધા, કાવ્યપઠન સ્પર્ધા, દેશભક્તિ ગીતસ્પર્ધા, રંગોળીસ્પર્ધા અને વૃક્ષારોપણ કાર્યકમ યોજાયો હતો. કાર્યક્રમના કન્વીનર શ્રી કિશોરભાઈ, દિપકભાઈ, તુલસીભાઈ, રક્ષાબેન, વૈશાલીબેન, રંજનાબેન અને ઇકોક્લબના તમામ સભ્યો સાથે રહીને કાર્યકમને સફળ બનાવ્યો હતો.

મારી માટી, મારો દેશ2023-08-21T20:25:19+09:00

યુવા ઉત્સવ 2023-24

2023-08-22T14:49:26+09:00

તારીખ ૧૩/૦૮/૨૦૨૩ને રવિવારના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા ઝોન કક્ષા - યુવા ઉત્સવ-૨૦૨૩-૨૪ નું આયોજન ઉત્તર ગુજરાત સ્કૂલમાં કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધામાં આપની શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેનું પરિણામ નીચે મુજબ છે : શાળાના આચાર્યાશ્રી પિંકીબેન માળી વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે.

યુવા ઉત્સવ 2023-242023-08-22T14:49:26+09:00

મો. વ. બુનકી બાળભવનમાં સ્વાતંત્ર્યદિન પર્વની ઉજવણી

2023-08-17T05:10:00+09:00

જીવન ભારતી મંડળ સંચાલિત મો. વ. બુનકી જીવનભારતી બાળભવનમાં સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સુહાસ ભાઈ ફ્રુટવાલા તથા શાલીનીબેન દેસાઈ બાળકોનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા.નર્સરી અને જુનિયર.કે. જીના બાળકો દેશનેતા બનીને આવ્યા હતા. તથા સિનિયર કે.જીના બાળકોએ દેશભક્તિ ગીત નૃત્ય દ્વારા રજુ કર્યું હતું,બાળકોના મનમાં સ્વતંત્રતાનો તાજ,શબ્દોમાં સ્વછતા નો નાદ તથા હૃદયમાં ભારતના વીર જવાનો ના બલિદાનના ગૌરવનો અવાજ હતો આ સમગ્ર કાર્યક્રમ બાળભવન પરિવાર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો હતો.

મો. વ. બુનકી બાળભવનમાં સ્વાતંત્ર્યદિન પર્વની ઉજવણી2023-08-17T05:10:00+09:00
Go to Top