સ્પેશ્યલ એજ્યુકેશન ભવનમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી

2023-09-21T03:30:19+09:00

તારીખ.06-09-2023 બુધવાર ના રોજ જીવન ભારતી મંડળ સંચાલિત સ્પેશ્યલ એજ્યુકેશન ભવનમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી, ભગવાન શ્રીકૃષ્ણ ની પૂજા અર્ચના સાથે મટકી ફોડ નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ શ્રી કૃષ્ણ, ગોવાળ અને રાધા,ગોપીઓ બનીને ઉત્સાહપૂર્વક શાળામાં આવ્યા હતા.તથા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓમા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ અને તેમના જીવન વિષે આધ્યાત્મિક જ્ઞાનનું સિંચન કરવામાં આવ્યું.

સ્પેશ્યલ એજ્યુકેશન ભવનમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી2023-09-21T03:30:19+09:00

આત્મહત્યા નિવારણ અને ગુડપેરન્ટીગ વિષય પર સેમિનાર

2023-09-20T01:10:08+09:00

જીવનભારતી કુમારભવનમાં આત્મહત્યા નિવારણ અને ગુડપેરન્ટીગ વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન થયું. શ્રી આર.ડી.ઘાએલ જીવનભારતી કુમારભવન તથા શાળાના વાલી શિક્ષક મંડળ અને વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના સંયુક્ત ઉપક્રમે 10 મી સપ્ટેમ્બર ના રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણીના ભાગરૂપે લોકો દ્વારા શામાટે આત્મહત્યા કરવામાં આવે છે તે અંગેના કારણો અને તેને અટકાવવા અંગે વાલીઓને સમજ આપવામાં આવી હતી. વનિતા વિશ્રામના ભૂતપૂર્વ શિક્ષિકા શ્રી નૂરજહાં મન્સૂરી દ્વારા ગુડ પેરેન્ટિંગ વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષકો સંજયભાઈ બોસમિયા, નિતેશભાઈ વળવી, રોશનીબેન પટેલ દ્વારા આચાર્યા શ્રીપિંકીબેન માળીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. Like   Comment Share

આત્મહત્યા નિવારણ અને ગુડપેરન્ટીગ વિષય પર સેમિનાર2023-09-20T01:10:08+09:00

સ્પેશ્યલ ઍજ્યુકેશનમાં “શિક્ષક દિન”

2023-09-19T20:53:17+09:00

તારીખ 5-9-2023 મંગળવાર જીવન ભારતી મંડળ સંચાલિત સ્પેશ્યલ ઍજ્યુકેશન ભવન માં "શિક્ષક દિન" (ડૉ. સર્વપલ્લી રાધાકૃષણન જન્મ જયંતિ) નિમિત્તે બાળ શિક્ષકોએ તેમની ક્ષમતા પ્રમાણે અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડ્યું હતું.

સ્પેશ્યલ ઍજ્યુકેશનમાં “શિક્ષક દિન”2023-09-19T20:53:17+09:00

સ્વચ્છતા પખવાડિયું – ૨૦૨૩

2023-09-20T16:06:31+09:00

તા. 1.9.2023 - સ્વચ્છતા શપથ દિવસ સ્વચ્છતા પખવાડિયું - ૨૦૨૩ અંતર્ગત તા. 1.9.2023 - સ્વચ્છતા શપથ દિવસ દરમિયાન જીવનભારતી કુમારભવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં  સ્વચ્છતા અંગે ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવ્યા અને વિદ્યાર્થીઓ દ્વારા ઈલેકટ્રોનિક બેનર બનાવડાવ્યા. તા. 4.9.2023 - સ્વચ્છતા જાગૃતિ દિવસ તા. 4.9.2023 - સ્વચ્છતા જાગૃતિ દિવસ દરમિયાન જીવનભારતી કુમારભવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અમારી શાળામાં સ્વચ્છતા અંગે ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓને આચાર્યા શ્રીમતી પીન્કીબેન માળીએ માર્ગદર્શન આપ્યું. તા. 5.9.2023 - સ્વચ્છતા શાળા પ્રદર્શન દિવસ તા. 5.9.2023

સ્વચ્છતા પખવાડિયું – ૨૦૨૩2023-09-20T16:06:31+09:00

ગીતા દેસાઈ ખેલાઘરનો પ્રારંભ

2023-09-16T19:52:38+09:00

આધુનિક ટેક્નોલોજીના યુગ માં બાળકો રમકડાં થી રમવાનુ જાણે વિસરી જ ગયા છે. માત્ર મોબાઈલ થી જ રમવું વધુ ગમે છે. જે કુમળી વયના બાળકો ના સ્વાસ્થય માટે હાનિકર્તા છે. બાળકો અવનવા રમકડા પ્રત્યે આકર્ષાય, રમકડાં રમીને પોતાનો શારીરિક, માનસિક અને બૌધિક વિકાસ સાધે તેમજ મોંધા રમકડાં વાલીઓને ખરીદવા ન પડે અને સરળતાથી બાળકો ને રમકડાં રમી શકે તે હેતુસર જીવનભારતી મંડળ દ્વારા એક પ્રયોગાત્મક નાવીન્યસભર અભિગમ સ્વરૂપ " *ગીતા દેસાઈ* ખેલાઘર" નો આરંભ કરવામાં આવ્યો. આ ખેલાદાર ની ઉદ્દઘાટનવિધિ માં મુખ્ય અતિથિ શ્રી ગીતા બેન,ડૉ.બિપિનભાઈ દેસાઈ તથા કુટુંબીજન, જીવનભારતી મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ,મંત્રી શ્રી ડૉ. કેતનભાઈ શેલત, શ્રી અજિતભાઈ શાહ, ઉપાધ્યક્ષ શ્રી ડૉ. પ્રજ્ઞેશભાઈ જોષી, કોષાધ્યક્ષ શ્રી હરેશભાઈ જરીવાળા, કારોબારી સભ્ય શ્રી અમિતભાઇ ઠાકોર, શ્રી ચિંતન ભાઈ શાહ તથા તમામ ભવનના આચાર્યાશ્રી

ગીતા દેસાઈ ખેલાઘરનો પ્રારંભ2023-09-16T19:52:38+09:00

સાઇબર ક્રાઇમ જાગૃત્તિ પ્રોગ્રામ

2023-09-14T15:34:41+09:00

તારીખ 11 -9 -23 ને સોમવારના રોજ 94.3 MY FM અને સુરત સાઇબર ક્રાઇમ સેલના સંયુક્ત ઉપક્રમે R.J પલક સાથે સાઇબર પોલીસ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અંગેની માહિતી અને જાગૃતિ અંગેનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો.

સાઇબર ક્રાઇમ જાગૃત્તિ પ્રોગ્રામ2023-09-14T15:34:41+09:00

જન્માષ્ટમી ઉજવણી-પ્રવૃત્તિ વિદ્યાલય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ

2023-09-11T15:28:46+09:00

તા. 9/9/2023 ને શનિવારના રોજ પ્રવૃત્તિ વિદ્યાલય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે અભિનયગીત, લેઝીમ અને મટકી ફોડી હતી.... જય શ્રીકૃષ્ણના નાદ સાથે સૌ વિદ્યાર્થીઓ કૃષ્ણમય બની ઝૂમી ઉઠ્યા.....

જન્માષ્ટમી ઉજવણી-પ્રવૃત્તિ વિદ્યાલય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ2023-09-11T15:28:46+09:00

જન્માષ્ટમી ઉજવણી – પ્રવૃત્તિ વિદ્યાલય પ્રાથમિક વિભાગ

2023-09-09T14:51:36+09:00

પ્રવૃત્તિ વિદ્યાલય પ્રાથમિક વિભાગમાં તા. 6.9.2023ના રોજ જન્માષ્ટમી ઉજવણી આચાર્યા શ્રી નિમીષા બહેન નાયક તથા નિરીક્ષક શ્રી મૃગાબહેન વજીર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર મટકીફોડ કાર્યક્રમ નિહાળ્યો . વિદ્યાર્થીઓ દ્વારા રાસ રજુ કરવામાં આવ્યો હતો . શાળાનું સંપૂર્ણ વાતાવરણ કૃષ્ણમય બની ગયું.

જન્માષ્ટમી ઉજવણી – પ્રવૃત્તિ વિદ્યાલય પ્રાથમિક વિભાગ2023-09-09T14:51:36+09:00

જન્માષ્ટમી કાર્યક્રમ – મો. વ. બુનકી બાળભવન

2023-09-09T14:37:57+09:00

જીવન ભારતી મંડળ સંચાલિત મો. વ. બુનકી જીવન ભારતી બાળભવનમાં જન્માષ્ટમીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી ભરતભાઈ કાપડિયા અને પલ્લવીબેન કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા.જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. તેમનો જન્મ શ્રાવણ વદ આઠમની રાતે મથુરાની જેલમાં થયો હતો.આ કાર્યક્રમમાં સિનિયર કે જીના બાળગોપાલ અને ગોપીઓ દ્વારા કૃષ્ણની નૃત્યનાટિકા અને રાસલીલાની રમઝટ માણવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ આચાર્યાશ્રી રચનાબેન ચોખાવાળા ના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષિકા બહેનો દ્વારા સંપન્ન કરવામાં આવ્યો હતો. જેલમાં જન્મ , ગોકુળમાં બાળપણ, વ્રજમાં રાસલીલા, હસ્તિનાપુરમાં રાજનીતિ , દ્વારકામા શાસન એવા જગત ગુરુ એવા શ્રી કૃષ્ણને કોટી કોટી વંદન.

જન્માષ્ટમી કાર્યક્રમ – મો. વ. બુનકી બાળભવન2023-09-09T14:37:57+09:00

જન્માષ્ટમીની ઉજવણી – તારામોતી બાળભવન

2023-09-09T14:16:02+09:00

જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.જેમા કૃષ્ણ જન્મલીલા ની નૃત્ય નાટિકા, મટકીફોડ અને તાલીમાર્થી બહેનો દ્વારા નાગદમનની નૃત્ય નાટિકાની રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં છોકરાઓ કૃષ્ણ અને છોકરીઓ રાધા બનીને આવ્યા હતા. હાથી ઘોડા પાલખી... જય કનૈયા લાલ કી... ના નામથી વાતાવરણ ગૂંજવા માંડયું.

જન્માષ્ટમીની ઉજવણી – તારામોતી બાળભવન2023-09-09T14:16:02+09:00
Go to Top