ગાંધી બાળમેળા

2020-02-03T13:34:51+09:00

તા.૩૦/૧/૨૦૨૦ ને ગુરુવારના રોજ જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવન અને મો.વ.બુનકી બાળભવનનાં સંયુક્ત ઉપક્રમે ગાંધી નિર્વાણ દિને "ગાંધી બાળમેળા"નું આયોજન કરવામાં આવ્યું હતું. મોહન થી મહાત્મા સુધીની સફરના આ પ્રદર્શનમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઇ પ્રદર્શનને સફળ બનાવ્યું હતું. ગાંધી વિચારધારાને વરેલ એવા સામાજિક કાર્યકર શ્રી પરિમલભાઈ દેસાઈ પધાર્યા હતા. જીવનભારતી મંડળનાં સભ્યશ્રી ભાનુભાઈ શાહ, શ્રી ડૉ. કેતનભાઈ શેલત, શ્રી નગીનભાઈ પટેલ પધાર્યા હતા. શહેરની અગ્રણી શાળાઓએ આ પ્રદર્શન નિહાળી સફળ પ્રદર્શન માટે પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.

ગાંધી બાળમેળા2020-02-03T13:34:51+09:00

SPICMACAY કાર્યક્રમનું આયોજન

2020-02-10T13:01:03+09:00

ભારતીય શાસ્ત્રીય સંગીત, નૃત્ય, વદન જેવા સાંસ્કૃતિક વારાસાથી યુવાપેઢીને પરિચિત કરવા માટે રાષ્ટ્રીય તથા અંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી પ્રવૃત્તિ SPICMACAY દ્વારા 'વિરાસત' શીર્ષક હેઠળ શહેરમાં પાંચ દિવસ દિગ્ગજ કલાકારોની કલાની પ્રસ્તુતિના આયોજન કરવામાં આવ્યું. જેના ભાગરૂપે અમારી શાળામાં તા.૨૦-૦૧-૨૦૨૦ ના રોજ પદ્મશ્રી, પદ્મભૂષણ તેમજ ગ્રેમી એવોર્ડથી નવાજિત પંડિત વિશ્વ મોહન ભટ્ટનું 'મોહન વીણાવાદન' શ્રી હિમાંશુ મહંતના તબલાની સંગત સાથે વિદ્યાર્થીઓ સમક્ષ કલા પ્રસ્તુતિ કરવામાં આવી. આ સાથે તા: ૦૧/૦૨/૨૦૨૦ના શનિવારના રોજ પપેટરીના નિષ્ણાંત 'ડોલ્સ થીએટર' ના દિગ્દર્શક શ્રી સુદીપ ગુપ્તાજી તથા તેમની ટીમે ખુબજ અદભૂત રીતે પપેટ શો રજૂ કરી વિદ્યાર્થીઓને રસતરબોળ કરી. સંસ્થાના મંત્રીશ્રી ડૉ. કેતનભાઈ શેલતના પ્રોત્સાહન તથા આચાર્યાશ્રી નિમિષાબહેન નાયકના માર્ગદર્શન હેઠળ આ બંને કાર્યક્રમો ખૂબ જ સફળ રહયાં.

SPICMACAY કાર્યક્રમનું આયોજન2020-02-10T13:01:03+09:00

પ્રજાસત્તાક દિનની ઉજવણી

2020-01-26T12:41:56+09:00

તા: ૨૬.૦૧.૨૦૨૦ ને રવિવારના રોજ ૭૧મા પ્રજાસત્તાક દિનની ઉજવણી જીવનભારતી મંડળ સંચાલિત પ્રવૃત્તિ વિદ્યાલય (માધ્યમિક વિભાગ), દ્વારા થઇ હતી. આ પર્વની ઉજવણી નિમિત્તે માનવતા નિવૃત્ત આચાર્ય તેમજ વાર્તાકાર, ગાંધીવાદી શ્રી પ્રતાપભાઈ ત્રિવેદીને મુખ્ય અતિથી તરીકે આમંત્રિત કરાયા હતા તેમજ તેઓના વરદ્હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ થયો હતો. પ્રાસંગિક ઉદબોધન અંતર્ગત પ્રતાપભાઈએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીત, ઝંડાગીત અને દેશભક્તિગીત તથા નૃત્ય રજુ થયું. ત્યારબાદ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રકક્ષાએ અને રાજ્યકક્ષાએ વિજેતા અને આંતરભવન ચિત્રસ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને ઇનામ આપી, પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રજાસત્તાક દિનની ઉજવણી2020-01-26T12:41:56+09:00

બાળકના પ્રથમ રોલમોડલ માતાપિતા

2020-01-27T16:44:33+09:00

તા. ૨૫/૦૧/૨૦૨૦ શનિવારે સવારે ૮:૦૦ થી ૯:૩૦ દરમિયાન જીવનભારતી મંડળ સંચાલિત શ્રીમતી કેસરબેન પૂનમચંદ ગાંધી પ્રથમિક વિદ્યાલય કિશોરભવનના શ્રેણી ૧ થી ૫ ના વાલીમિત્રો માટે કાઉન્સેલર શ્રી રશ્મિ ઝા દ્વારા બાળકના પ્રથમ રોલમોડલ માતાપિતા વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. જેમાં ૪૦૦ જેટલા વાલીમિત્રોએ આ વક્તવ્યનો ભાગ લીધો હતો.

બાળકના પ્રથમ રોલમોડલ માતાપિતા2020-01-27T16:44:33+09:00

દ્વિદિવસીય રમતોત્સવનું આયોજન

2020-01-24T18:12:14+09:00

શ્રેણી ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે આચાર્યાશ્રી સુષ્માબહેન દેસાઈના માર્ગદર્શન હેઠળ તથા વાલીમંડળના સહયોગથી "દ્વિદિવસીય રમતોત્સવ"નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાદી દોડ, ડમ્બેલ્સ દોડ, સંગીતખુરશી, ડોલમાં દડા ફેંકવા, ત્રિપગી દોડ જેવી વ્યક્તિગત રમતો તથા લંગડી અને કબડ્ડી જેવી સમૂહગત (ટૂકડીગત રમતો)નું સુંદર આયોજન વ્યાયામ શિક્ષિકા શ્રી ભાદ્રિકાબહેન શાહના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને વ્યક્તિગત રમતમાં શિલ્ડ આપી તથા ટૂકડીગત રમતમાં મેડલ પહેરાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

દ્વિદિવસીય રમતોત્સવનું આયોજન2020-01-24T18:12:14+09:00

રમતોત્સવ

2020-01-24T15:25:25+09:00

બાળકેળવણીમાં રમતગમતનું આગવું સ્થાન છે. ક્રીડાંગણમાં રમતો રમવાથી બાળકોનો શારીરિક માનસિક વિકાસ સાથે સામાજિક વિકાસને વેગ મળે છે. ખેલદીલીની ભાવના વિકસે છે. આ હેતુ ને સિધ્ધ કરવા રમોત્સવનું આયોજન કરાયું હતું જેમાં બાળકોએ ગોળમાં ઘન, કોથળા કૂદ, બટાકા દોડ, બેલેન્સીંગ, સંગીત ખુરશી, મોતી પરોવવા, પીછે દોડ, દેડકા કૂદ, બની વોક (બતક ચાલ), લીંબુ ચમચી, સિક્કા શોધ, વિઘ્ન દોડ, કાંટા દોડ, ટાયર રેસ, લંગડી જેવી રમતોમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

રમતોત્સવ2020-01-24T15:25:25+09:00

તોરણ બનાવવાની સ્પર્ધા

2020-01-23T14:38:28+09:00

તા. ૨૨/૧૨/૨૦૨૦ બુધવારના રોજ શ્રીમતી કેસરબેન પૂનમચંદ ગાંધી પ્રાથમિક વિદ્યાલય કિશોરભવનના શ્રેણી ૧ અને ૨ ના વિદ્યાર્થીઓ માટે રંગીન કાગળમાંથી તોરણ બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી. સ્પર્ધામાં ૧૧૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શ્રેણી ૧ ના વિજેતા વિદ્યાર્થી : ક્રમ નામ શ્રેણી પ્રથમ પટેલ હેત અજયભાઈ 1-C દ્વિતીય વાવવાલા આર્યન એસ 1-C તૃતીય રાણા આર્યન ડી 1-C તૃતીય કહાર વાંસી આર 1-A શ્રેણી ૨ ના વિજેતા વિદ્યાર્થી : ક્રમ નામ શ્રેણી પ્રથમ સાવલિયા આદિત્ય જે 2-D દ્વિતીય રાણા મયંક ડી 2-D તૃતીય અધ્વર્યુ દેવ એ 2-D તૃતીય રાણા રોનક આર 2-B

તોરણ બનાવવાની સ્પર્ધા2020-01-23T14:38:28+09:00

‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ

2020-01-20T16:21:47+09:00

તા. ૧૬/૦૧/૨૦૨૦ ગુરુવારના રોજ જિલ્લાશિક્ષણાધિકારી કચેરી સુરત દ્વારા આયોજિત "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમ અંતર્ગત 'આકાશ મારી મુઠ્ઠીમાં' વિષય ઉપર જીવનભારતી રંગભવન ખાતે એક સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના બી.એડ નાં તાલીમાર્થીઓ દ્વારા તથા સ્વાગત નૃત્ય વિદ્યાર્થીની દિયા પાટીલ દ્વારા કાર્યક્રમની શરૂઆત થઇ હતી. જિલ્લાશિક્ષણાધિકારી શ્રી એચ. એચ. રાજ્યગુરુ સાહેબે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. આ સેમિનારમાં સુરત શહેરની ૧૦ શાળાઓના ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ નાં કુલ ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. પરેશભાઈ પટેલએ દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા કલીપ અને વિવિધ ઉદાહરણો સહીત રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું. તેમણે સ્વપ્નને સાકાર કરવા શું કરવું? હંમેશા ઊંચું નિશાન રાખી માનસિક મર્યાદામાંથી કેવી રીતે બહાર આવવું? જીદ્દી અને પાગલ

‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ2020-01-20T16:21:47+09:00

ગ્રુપ ડિસ્કશન સ્પર્ધા

2020-01-24T15:04:47+09:00

ગોલ્ડન જ્યુબીલી વર્ષની શુભ શરૂઆત અન્વયે વિવિધ શાળા કક્ષાએ આયોજિત ગ્રુપ ડિસ્કશનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં આપણી શાળાના વિદ્યાર્થીઓએ તા.૧૯/૦૧/૨૦૨૦ રવિવારના રોજ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં આપણા કુશળ વિદ્યાર્થીઓએ તેમને બૌદ્ધિક અને વૈચારિક તથા તાર્કિક શક્તિનું પ્રદર્શન દર્શાવતા દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. આ વિદ્યાર્થીઓ નીચે મુજબ છે. ૧) ખૈરનાર વંશ - 9D ૨) ચાવડા શુભમ - 9E ૩) ચાવડા અભી - 9C ૪) ચૌધરી ધર્મેશ - 9E ૫) જાદવ આભા - 9A

ગ્રુપ ડિસ્કશન સ્પર્ધા2020-01-24T15:04:47+09:00

પોલિયો પીવડાવવાનો કાર્યક્રમ

2020-01-18T15:58:14+09:00

તા. ૧૬/૧/૨૦૨૦ ને ગુરુવારના રોજ બાળકો માટે સરકાર દ્વારા આયોજીત સ્વાસ્થ્યવર્ધક માટે બાળભવનમાં એસ. એચ. સી. દ્વારા પોલીયો પીવડાવવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં જુ.કે.જી. અને સિ.કે.જી. બાળકોને પોલીયો પીવડાવવામાં આવ્યો હતો.

પોલિયો પીવડાવવાનો કાર્યક્રમ2020-01-18T15:58:14+09:00
Load More Posts