પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં રોજ ઇનામ વિતરણ

2024-03-19T14:50:31+09:00

જીવન ભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં તા: 16-3- 2024 ના રોજ ઇનામ વિતરણ સમારંભ યોજાયો. આ કાર્યક્રમમાં બાળકો માટે વર્ષ દરમિયાન યોજાયેલ વિવિધ હરીફાઈઓ, આંતર શાળા હરિફાઈ અને મૉનટેસોરી તાલીમાર્થી બહેનોની વિવિધ હરીફાઈનો ઇનામ વિતરણ કાર્યક્રમ ભૂતપૂર્વ વિદ્યાર્થી અનેરીબેન આચાર્યના મહેમાન પદે યોજાયો. આ કાર્યક્રમમાં જીવન ભારતી મંડળના મંત્રી શ્રી મયંકભાઇએ પ્રોત્સાહક ઉદબોધન આપ્યું. આ કાર્યક્રમમાં વાલી મંડળના હોદ્દેદારશ્રીઓ વિવિધ ભવન ના આચાર્યશ્રીઓ ,નિરીક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. હરીફાઈ ના વિજેતા બાળકોને શીલ્ડ આપવામાં આવ્યા તથા દરેક બાળકોને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા .આ સમારંભ માં વિશાળ સંખ્યામાં વાલીશ્રી ઓએ હાજર રહી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં રોજ ઇનામ વિતરણ2024-03-19T14:50:31+09:00

જીમ્નાસ્ટીક ખેલાડીઓનો સન્માન સમારોહ

2024-03-15T17:20:44+09:00

તા. ૦૭/૦૩/૨૦૨૪ દરમિયાન જીવનભારતી શ્રી પંકજભાઈ કાપડીયા સ્પોટ્ર્સ સંકુલમાં આવેલ જીમ્નાસ્ટીક હોલમાં રિનોવેશન કર્યાં બાદ શ્રી પંકજભાઈ કાપડીયાનાં અધ્યક્ષ સ્થાને ઉદ્ઘાટન તથા ખેલાડીઓનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો. જેમાં સંસ્થાનાં મંત્રીશ્રી મયંકભાઈ ત્રિવેદી, ઉપાધ્યક્ષશ્રી ડૉ. પ્રજ્ઞેશભાઈ જોષી, કમિટી મેમ્બરશ્રી ધનેશભાઈ ગોળવાળા, શ્રી કેતનભાઈ દેસાઈ તથા વાલીમંડળ પ્રમુખશ્રી જીનલબેન પચ્ચીગર તથા પ્રવૃત્તિ વિદ્યાલયનાં પ્રતિનિધિઓ તથા ગુજરાત જીમ્નાસ્ટીક એસોસિએશનના મહામંત્રીશ્રી કૌશિકભાઈ બીડીવાળા ઉપસ્થિત રહ્યા હતાં. ગુજરાત જીમ્નાસ્ટીક એસોસિએશનની રાજ્યકક્ષાની સ્પર્ધા ૨૦૨૩ સુરતના ઇન્ડોર સ્ટેડીયમ, અઠવાલાઈન્સ ખાતે યોજાય હતી. જેમાં ગુજરાતના અલગ અલગ જીલ્લાઓમાંથી કુલ ૩૫૦ જેટલા ખેલાડીઓ, મેનેજર, કોચીસ, ઓફિસિયલ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યાં હતાં. જેનું સંચાલન ગુજરાત જીમ્નાસ્ટીક એસોસિએશનના મંત્રીશ્રી રણજીતભાઈ વસવાએ કર્યુ હતું. જીવનભારતી સ્પોર્ટ્સ ક્લબમાંથી ૨૮ જેટલા ખેલાડીઓએ જુદા જુદા ગ્રુપમાં ભાગ લીધો હતો અને ૩૨ જેટલા મેડલો મેળવ્યા હતાં. ગુજરાતની સિનીયર વિભાગની સ્પર્ધામાં જીવનભારતી

જીમ્નાસ્ટીક ખેલાડીઓનો સન્માન સમારોહ2024-03-15T17:20:44+09:00

ઇનામ વિતરણ કાર્યક્રમ

2024-03-16T15:33:33+09:00

જીવનભારતી પ્રવૃત્તિ વિધલય પ્રાથમિક વિભાગ માં વર્ષ ૨૦૨૩-24 દરમિયાન થયેલી સ્પર્ધાઓનું ઇનામ વિતરણ કાર્યક્રમ તથા નવમા તાસની પ્રવૃત્તિઓનું નિદર્શન યોજવામાં આવ્યું હતુ . જેમાં શાળાના મંત્રી મંડળના સભ્યો , વાલીમંડળના સભ્યો તથા તમામ ભાવનોના આચાર્યોએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું .

ઇનામ વિતરણ કાર્યક્રમ2024-03-16T15:33:33+09:00

ગ્રંથનો પંથ’ પ્રથમ સોપાન

2023-10-23T19:25:09+09:00

તારીખ: 21/10/2023 શનિવાર રોજ જીવનભારતી મંડળ સંચાલિત aural expressions અંતર્ગત શરૂ થનાર દર મહિનાના ત્રીજા શનિવારે 'ગ્રંથનો પંથ'ના પ્રથમ સોપાનમાં વકતા શ્રી રશ્મિબેન ઝાએ શ્રી હિમાંશીબહેન શેલત લિખિત આત્મકથન 'મુક્તિવૃત્તાંત' પુસ્તકનો રસાસ્વાદ કરાવ્યો હતો. જેમાં વકતાશ્રીએ લેખિકાના પુસ્તક દ્વારા તેમના વ્યક્તિત્વનો પરિચય પણ આપ્યો હતો. લેખિકાના બાળપણનું ખૂબ ઓછું જાણીતું નામ ' મુક્તિ ' પરથી લખાયેલા આ પુસ્તક 'મુક્તિવૃત્તાંત' માંથી વકતા દ્વારા અનેકવિધ પ્રસંગોનું કથન થયું. એક નાના કસબામાં જન્મેલી નારીના જીવનમાં કેવી ઘટનાઓ બને તેનું નિરૂપણ રસાળ શૈલીમાં થયું. કાર્યક્રમનું સફળ સંચાલન ભાવિષાબહેન પટેલે કર્યું હતું. હિમાંશી બેનનુ પારદર્શક મુકિત વૃતાંત, રશ્મિબેનના વાણીપાશનું બંધન વૃતાંત, નિજપ્રેમ ને મુક્ત વિચારોના મુક્ત વાણીવૃતાંત થકી સ્ત્રી આત્મકથાના સાહિત્ય સૂકારાને વાણીના ઝાકળની ભીનાશ અર્પી. સ્ત્રી લેખિકાની આત્મકથા સુશ્રી હિમાંશી શેલત લિખિત મુકિત વૃતાંત જીવનના

ગ્રંથનો પંથ’ પ્રથમ સોપાન2023-10-23T19:25:09+09:00

સ્પેશ્યલ એજ્યુકેશનમાં શ્રીગણેશજીની  સ્થાપના

2023-09-22T19:33:55+09:00

તા.18-09-2023 સોમવાર ના રોજ જીવન ભારતી મંડળ સંચાલિત સ્પેશ્યલ એજ્યુકેશન ભવનમાં પૂજા-અર્ચના સાથે શ્રી ગણેશજીની  સ્થાપના કરવામાં આવી હતી, સ્પેશ્યલ ઍજ્યુકેશનના વિદ્યાર્થીઓ સાથે ઈંગ્લીશ મીડિયમ ના વિદ્યાર્થીઓ પણ ઉત્સવમાં સહભાગી બન્યા હતા. સર્વે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો અવાજ હર્ષોલ્લાસભેર "ગણપતિ બપ્પા મોરયા" ના નાદ સાથે ગૂંજી ઉઠ્યો હતો, ત્યાર બાદ  સામુહિક આરતી અને પ્રસાદનું વિતરણ કરવામા આવ્યું હતું.

સ્પેશ્યલ એજ્યુકેશનમાં શ્રીગણેશજીની  સ્થાપના2023-09-22T19:33:55+09:00

પ્રેઝન્ટેશન સ્પર્ધા

2023-09-22T17:41:46+09:00

પૂજ્ય શાહભાઈ ના સ્વપ્નને પરિપૂર્ણ કરતી પ્રવૃત્તિ વિદ્યાલય જીવન ભારતી શાળા બાળકના સર્વાંગી વિકાસના ધ્યેય મંત્રને વળેલી છે. તે હેતુને પરિપૂર્ણ કરતા દિનાંક 22/09/2023 ના રોજ વર્ષ દરમિયાન કરેલી શૈક્ષણિક મુલાકાતને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રૂપે રંગભવન ખાતે પ્રસ્તુત કરવામાં આવી. આ પ્રેઝન્ટેશનને સ્પર્ધા રૂપે રજૂ કરી હતી. જેમાં શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા શ્રી રાગિણીબહેન દેસાઈ અને શ્રી ખૂશ્બુબહેન પાઠક ને નિર્ણાયક તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ધોરણ 9 માં પ્રથમ ક્રમ આયુર્વેદિક હોસ્પિટલ ની મુલાકાતે ગયેલ વિદ્યાર્થીઓ અને દ્વિતીય ક્રમ સુરતના ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે ગયેલ વિદ્યાર્થીઓએ મેળવ્યો હતો. ધોરણ 11માં પ્રથમ ક્રમ નર્મદ લાયબ્રેરીની મુલાકાતે જનાર વિદ્યાર્થીઓ, દ્વિતીય ક્રમ SVNIT ની મુલાકાતે જનાર વિદ્યાર્થીઓ તેમજ આશ્વાસન ઇનામ તરીકે Asian Star Co. Ltd. ની મુલાકાતે જનાર વિદ્યાર્થીઓએ મેળવ્યો હતો.

પ્રેઝન્ટેશન સ્પર્ધા2023-09-22T17:41:46+09:00

તારામોતી બાળભવનમાં ગણેશ સ્થાપના

2023-09-22T15:27:02+09:00

જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. વિધ્નહર્તા ગણેશજીને ઢોલક અને ખંજરીના તાલે હર્ષોલ્લાસ સાથે નાચતાં કૂદતાં સ્થાપના કરવામાં આવી હતી. આ સાથે ગણેશજી શા માટે પહેલા પૂજાય છે? તેની સમજ આપી હતી. ગણેશજીના નારા સાથે બાળકો ગણેશમય બન્યા હતા.

તારામોતી બાળભવનમાં ગણેશ સ્થાપના2023-09-22T15:27:02+09:00

સ્વરછતા પખવાડિયા – ઇનામ વિતરણ

2023-09-21T19:30:04+09:00

શ્રી આર. ડી. ઘાએલ જીવનભારતી હાઈસ્કૂલમાં 1/9/2023 થી 15/9/2023 સુધી સ્વરછતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત થયેલ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થી અને શિક્ષકો માટે ઇનામવીતરણ કાર્યક્રમ આજરોજ રંગભવનમાં રાખવામાં આવ્યો હતો. વિજેતા થનાર 49 વિદ્યાર્થીઓ અને 8 શિક્ષકોને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જીવનભારતી મંડળના મંત્રીશ્રી ડો. કેતનભાઈ સેલત સરે વિદ્યાર્થીઓને જીવનમાં સ્વરછતાનું મહત્વ સમજાવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્યા શ્રીમતી પિન્કીબેન માળીએ વિદ્યાર્થીઓને સ્વતછતા અંગેના શપથ લેવડાવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી અનિતાબેન પટેલએ કર્યું હતું. આ કાર્યક્રમમાં વાલીમંડળના સભ્યો હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.લોટસ બોટલ આર્ટના ફાઉન્ડર શ્રી મનીષભાઈ વ્યાસ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ચિત્ર,નિબંધ,પોસ્ટર જેવી વિવિધ સ્પર્ધા માટેનું એક પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમની સફળતા બદલ જીવનભારતી મંડળના મંત્રીશ્રી

સ્વરછતા પખવાડિયા – ઇનામ વિતરણ2023-09-21T19:30:04+09:00

National Pharmacovigilance Week 2023

2023-09-21T03:59:22+09:00

National Pharmacovigilance Week 2023-આરોગ્ય અને કુટુંબ મંત્રાલય ,ભારત સરકાર અંતર્ગત આપણી શાળાના આરોગ્ય સમિતિ દ્વારા આયોજિત "દવાઓની આડ અસરો અંગે સતર્કતા" કાર્યક્રમનુ આયોજન આજરોજ તા. 20/9/ 2023 રંગભવનમાં કરવામાં આવ્યું હતું. જેમાં મા. વિભાગમાંથી ધો.9 ના હેલ્થકેર વિષય તેમજ ઉ. મા. વિભાગના વિજ્ઞાનપ્રવાહના તમામ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. વિષયના મુખ્ય વક્તા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, સુરત.ના ફાર્મેકોલોજી વિભાગના કો-ઓર્ડીનેટર ડો.મયુરભાઈ ચૌધરી અને ડેપ્યુટી કો-ઓર્ડીનેટર ડો. નૃપલબેન પટેલ અને અન્ય પ્રાધ્યાપક ચિકિત્સકમિત્રો ડો.રાહુલભાઈ ચૌધરી અને ડો.નેહાબેન પટેલ દ્વારા ખૂબ રસપ્રદ માહિતી જેવી કે... દવાની યોગ્ય માત્રા,દવાઓની આડઅસરોના ચિન્હો તેમજ આ આડઅસરો ની જાણ કોને કોને કરી શકાય વગેરે મુદ્દાઓને સામેલ કર્યા હતા. જેથી વિદ્યાર્થીઓ જાગ્રત બની શકે. આયોજક : શ્રી રંજનાબેન શ્રી રીતેષભાઈ શ્રી રીનાબેન શ્રી નિમિષાબેન શ્રી નિધીબેન

National Pharmacovigilance Week 20232023-09-21T03:59:22+09:00

સ્પેશ્યલ એજ્યુકેશન ભવનના બાળકોને વિવિધ સ્થળો અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન

2023-09-21T03:46:25+09:00

તા.13-9-2023 બુધવાર અને તા.14-9-2023 ગુરુવારના રોજ જીવન ભારતી મંડળ સંચાલિત સ્પેશ્યલ એજ્યુકેશન ભવનના વિદ્યાર્થીઓને તેમની આંતરિક શક્તિને ઊજાગર કરવા તથા ભવિષ્યમાં તેઓ સમાજમા સ્વાવલંબી બને તે હેતુ સાથે નાનપુરામાં આવેલ જાહેર સ્થળ(ડચ ગાર્ડન), ધાર્મિક સ્થળો(તપ્તેશ્વર મહાદેવ મંદિર,રામેશ્વર મહાદેવ મંદિર) અને સામાજિક સંસ્થા( પોસ્ટ ઓફિસ) ની મુલાકાત માટે ગૃપ-A/ગૃપ-B એમ બે વિભાગમા બે દિવસ લઈ જવામાં આવ્યા હતા. --શિક્ષકો દ્વારા બાળકોને વિવિધ સ્થળો અંગેનુ પ્રત્યક્ષ માર્ગદર્શન આપી બાળકોના ઉત્સાહને વધાર્યો હતો. ડચ ગાર્ડન પ્રવૃતિ:- - સામૂહિક પ્રાર્થના -વિવિધ છોડ(ફુલો) અને વૃક્ષોની ઓળખ, -પ્રકૃતિના ખોળે બેસીને ડ્રોઈંગ, - વિવિધ રમતો, - સામુહિક નાસ્તો, હેતુઓ:- -ધ્યાન (એકાગ્રતા)માનસિક શક્તિનો વિકાસ થાય, - ફાઈન મોટર(નાના સ્નાયુઓ) અને ગ્રોસ મોટર(મોટા સ્નાયુ) નો વિકાસ થાય. પોસ્ટ ઓફિસ પ્રવૃતિ:- - સામાજિક સંસ્થા તરીકે ની પ્રત્યક્ષ ઓળખ, - શિક્ષકો તથા પોસ્ટ ઓફિસના કર્મચારી

સ્પેશ્યલ એજ્યુકેશન ભવનના બાળકોને વિવિધ સ્થળો અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન2023-09-21T03:46:25+09:00
Go to Top