Project Description

આ સાથે જણાવવાનું કે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત આજરોજ પ્રવૃત્તિ વિદ્યાલય, જીવનભારતી ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીવનભારતી મંડળના મંત્રીશ્રી અજિતભાઈ શાહ અને અન્ય કારોબારી સભ્યો તથા શાળાના આચાર્યા શ્રીમતી નિમિષાબહેન નાયક અને વિજ્ઞાન શિક્ષિકાઓ શ્રીમતી ભામિનીબહેન રાવલ, શ્રીમતી શેતલબહેન શાહ તથા મૃગાબહેન શુક્લએ શાળાના પટાંગણમાં વિવિધ વૃક્ષો રોપ્યા હતા.