જીવનભારતી સ્કુલ ખાતે વાલીઓનું એક સંમેલન રાખવામાં આવ્યું હતું.અને એમાં લગભગ ૫૦૦ જેટલા વાલીઓ હાજર રહ્યા હતા.મેહમાન વક્તા શ્રી ડોક્ટર લતિકા શાહ ઉપસ્થિત રહ્યા હતા,તેમની સાથે વાલી પ્રમુખ ,તથા શાળાનાઆચાર્ય  હિનાબેન  પવાર અને શાળાના અધ્યક્ક્ષ શ્રી ભાનુભાઈ શાહ હાજર રહ્યા હતા ,ડો લતિકા શાહ એ એકવીસમી સદીનું પેરેન્ટિંગ કેવું હોવું જોઈએ,તે બાબતે વિગતવાર વાત કરી હતી.બાળકો ને હવે કેવી સ્કીલ શીખવાડી એ ના માટે વાત કરી હતી.બાળકોમાં હાર્ડ વાયરીંગ થઈ જાય એ પેહલા જ બાળકોને કેવી રીતિ પેરેન્ટિંગ કરીએ જેથી બાળક કાલનો સારો નાગરિક બને એની વાત કરી હતી.એમેને” પેરેન્ટિંગ ફોર પીસ “તરફથી શરુ થયેલી પેરેન્ટિંગ કી પાઠશાળા વિષે પણ માહિતી આપી હતી. એમણે પેરેન્ટને સંબોધતા એમણે કહ્યું હતું કે ડોક્ટર બનવા માટે મેડિકલ કોલેજોને છે એન્જિનિયર બનવા માટે ઈન્જીનીયરીંગ કોલેજ હોય છે ડ્રાઈવિંગ શીખવા માટે ડ્રાઇવિંગ ક્લાસ હોય છે રસોઈ શીખવા  માટે પણ કુકિંગ ક્લાસ હોય છે પણ પેરેન્ટિંગ શીખવાડવા માટે કોઈ પેરેન્ટિંગની સ્કૂલ હોતી નથી. સારા માતાપિતા માટે બનવા માટે માથોડું બાળકોને ધ્યાન આપીએ તો એમનું બાળપણ ઘણું સુધરી શકે છે એમણે એવું પણ કહ્યું હતું બાળ પેરેન્ટિંગ ચાર જાતના હોય છે  ૧) Authoritative – અધિકૃત,) Authoritarian –સરમુખત્યારશાહી,Permissive –અનુકૂળ,Neglectful –ઉપેક્ષાત્મક. અધિકૃત  પ્રકારના પેરેન્ટિંગને મનોવૈજ્ઞાનિકો અને માનવશાસ્ત્રીઓ એ સૌથી સારું પેરેન્ટિંગ કહ્યું છે. અને આ પ્રકારના પેરેન્ટિંગ સાથે બાળકો સમાજમાં સરસ નાગરિક અને એક ઉમદા માણસ બને છે.આ પ્રકારના પેરેંટિંગને સર્વ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.ડો.લતિકા શાહ એ  કીધુ કે પેરેન્ટિંગની કોઈ ફિક્સ ફોર્મુલ્યા નથી, દરેક બાળક અલગ છે અને દરેક બાળક અલગ ઉછેર માંગે છે.દરેક માતા પિતા પોતાની આવડત અને સમજ પણ અલગ છે,પણ પેરેન્ટિંગ ક્યાંય ભણવામાં આવતું નથી.બહારના દેશોમાં બિલાડી કે કુતરો પાળવો હોય તમારે ગવર્નમેન્ટ પાસે સર્ટીફિકેટ મેળવવું પડે,પેરેન્ટ બનવા માટે કઈ જ જરૂર નથી,મેરેજ પણ નહિ જેથી બાળકને માતાપિતા બને મળી રહે.ઘરમાં જે જોયું હોય,આપણા માતાપિતા આપણી સાથે જે કરતા હોય  તેજ ભૂલો આપણે આપણા છોકરા સાથે કરતા હોય છે. બાળક જેવું છે એવું એને સ્વીકારો બાળકની ક્યારે પણ કોઈની જોડે સરખામણી નહીં કરો બાળક અત્યારે બહુ બધી કોમ્પિટિશનમાં જીવતું હોય છે જેના લીધે એને બહુ બધું ટેન્શન હોય છેઅને એને માતા પિતાની અપેક્ષાનું સૌથી વધારે ભારણ હોય છે.બાળકના ખભા પરથી જો માતાપિતાની અપેક્ષાનું ભારણ ઓછુ  થાય,માતા પિતાના અધૂરા સપનું નું વજન ઓછું થાય તો બાળક વધારે સારી રીતે ખીલી શકે છે.  પરીક્ષામાં એનું પેપર ખરાબ જાય તો એ તમને કહી શકે છે કેમ ,તમને  કેમ કહી શકતું નથી એવો માહોલ આપણે કેમ આપી શકતા નથી
   એમને માતા પિતાને પૂછ્યું હતું કે તમે તમારા બાળક સાથે ક્યારેય જાતીય સતામણી વિષે વાત કરી છે ? રોજ જ છાપુ વાંચીએ એટલે એક તો કિસ્સો હોય જ જેમાં બાળક સાથે જાતીય અપરાધ કે દુર્ર્વ્યવહાર થયો હોય. “જાતીય સતામણી”  નામ પડતા જ સમાજનો મહતમ વર્ગ આંખ આડે કાન કરે છે. આપણા સમાજમાં બાળકોને સારા સંસ્કાર આપવાના આવે ત્યારે આપણે  હોંશે હોંશે બાળકોને દરેક વસ્તુ શીખવાડીયે છીએ. અરે એમને નાની મોટી ઈજાના થાય એનું પણ ખાસ ધ્યાન રાખીએ છીએ, આગ લાગે ત્યારે શું કરવું,રોડ પર કેવી રીતે  ચાલવું ,એવું સેફટી પ્રીકોશનની વાતો શીખવાડીએ છીએ પરંતુ વાત જયારે જાતીય દુર્વ્યવહારની થાય ત્યારે આપણને આપણા  બાળકો સાથે વાત કરતા એક શરમની લક્ષ્મણરેખા નડે છે.“ બાળકો તમારું સાંભળતા નથી એની ચિંતા ના કરો,પરંતુ બાળકો તમને સતત નિહાળે છે એની ચિંતા કરો”