
Matrubhasha Mahotsav
ગુજરાત સાહિત્ય અકાદમી અને પ્રવૃત્તિ વિદ્યાલય પ્રાથમિક વિભાગના સંયુક્ત ઉપક્રમે 21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે માતૃભાષા મહોત્સવ અંતર્ગત વિશેષ વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રેસિડેન્સી શાળાની આચાર્ય દીપીકા શુક્લ તથા જાણીતા કવિ-લેખક પ્રકાશ પરમાર વ્યાખ્યાતા તરીકે હાજર રહ્યા હતા. બંને વક્તાઓએ ધોરણ 6 થી 8ના લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓને માતૃભાષાનું મહત્વ, સંસ્કૃતિ સાથેનો સંબંધ અને ભાષા પ્રત્યે ગૌરવભાવ વિકસાવવાની પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે જીવનભારતી મંડળના ઉપાધ્યક્ષ ડો. પ્રજ્ઞેશ જોશી ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી મયંકભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ મૃગા વજીરના સંયોજનમાં અને રચનાબહેન ચૌધરીના સંચાલનમાં કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
