Debate Competation

જીવનભારતી મંડળ સંચાલિત મધ્યસ્થ ગ્રંથાલય દ્વારા ધોરણ ૯ અને ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓ માટે સંવાદ( ડિબેટ)નું આયોજન કરવામાં આવ્યું હતું .આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે શ્રી સુનિલભાઈ શાહ અને ડો. સ્વાતિબેન મહેતાએ પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું. આ સ્પર્ધામાં જીવનભારતી મંડળના મંત્રીશ્રીઓ શ્રી મયંકભાઇ ત્રિવેદી , શ્રી અજીતભાઈ શાહ, ગ્રંથાલયના પ્રતિનિધિ ડૉ. કેતનભાઇ શેલત શ્રી વૈભવીબેન મહેતા ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી. જીવનભારતી કુમારભવન અને પ્રવૃત્તિ માધ્યમિક વિદ્યાલયના ધોરણ ૯ ના વિદ્યાર્થીઓએ “ગ્રેડ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે કે આત્મવિશ્વાસ ઘટાડે છે?” આ વિષય પર સંવાદ સાધ્યો હતો, જેમાં કુમારભવન ધોરણ ૯ ના વિદ્યાર્થીઓની ટીમ વિજેતા થઈ હતી. કુમારભવન અને પ્રવૃત્તિ ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓએ “સોશિયલ મીડિયા લોકોના સંબંધોમાં સુધારો કરે છે કે અંતર વધારે છે?” તે વિષય પર સંવાદ સાધ્યો હતો. વિજેતા થયેલ ટીમના વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નિર્ણાયક શ્રી સુનિલભાઈ શાહ અને ડો. સ્વાતિબેન મહેતાએ ભાગ લેનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગ્રંથાલયમાં સ્પર્ધા નું સંચાલન ગ્રંથાલયના ગ્રંથપાલ નેહાબેન રાઠોડ, મીનાક્ષીબેન રાઠોડ તથા વૈશાલીબેન ટંડેલે કર્યું હતું. આ સમગ્ર સ્પર્ધા દરમિયાન શ્રી મિતાબેન ઝવેરી અને શ્રી મૃગાબેન શુક્લએ પોતાનું નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. જ્યારે આભાર વિધિ મધ્યસ્થ ગ્રંથાલયના ગ્રંથપાલ શ્રી નેહાબેન દ્વારા કરવામાં આવી હતી. સ્પર્ધાની સફળતા બદલ મંત્રીશ્રી અજીતભાઈ શાહ, શ્રી મયંકભાઇ ત્રિવેદી, ડૉ. શ્રી કેતનભાઇ શેલત અને શ્રી વૈભવીબેન મહેતાએ ગ્રંથાલયની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા.