
77th Republic Day Celebration
જીવનભારતી મંડળના પટાંગણમાં 77 માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીવનભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને જિલ્લા સરકારી અભિવકતા તેમજ સરકારી વકીલ શ્રી નયનભાઈ સુખડવાલા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી રાજેશભાઈ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજશ્રી,પાલીતાણા, ભાવનગર એમની ફરજના ભાગરૂપે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી નયનભાઈ સુખડવાલા એ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો અને બંધારણનું અર્થઘટન અંગે વિસ્તૃત માહિતી આપી હતી, તેમણે કહ્યું હતું કે વિશ્વમાં સૌથી સારું બંધારણ ભારતનું છે. આપણા હક કરતા ફરજો અંગે સભાનતા રાખવી વધુ જરૂરી છે ,તેમણે શાળાની જૂની યાદો તાજી કરી વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ જીવનભારતીમાંથી મેળવી જીવનમાં પ્રગતિ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં જીવનભારતી મંડળના તમામ હોદ્દેદારશ્રીઓ હાજર રહ્યા હતા. જીવનભારતી કુમારભવનના શિક્ષક શ્રી સુનિલભાઈ રેવર અને વિદ્યાર્થીઓના ગાયકવૃંદે દેશભક્તિ ગીતની સુંદર રજૂઆત કરી હતી. જીવભારતી મંડળના મંત્રીશ્રી અજીતભાઈ શાહ સાહેબે મહેમાનશ્રીનો પરિચય આપી તેમનું સ્મૃતિભેટથી અભિવાદન કર્યું હતું. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવેલ જીવનભારતી શાળાના વિદ્યાર્થીઓને મહેમાનશ્રીના વરદ હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જીવનભારતી કુમારભવનના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ નૃત્યની સુંદર રજૂઆત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિજ્ઞા પરેડ રાયફલ ડ્રિલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન જીવનભારતી કુમારભવનના શિક્ષક શ્રી સેજલબેન પરમાર અને શ્રી વિલાસભાઈ મર્ચન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કન્વીનર તરીકે શ્રી દીપકભાઈ ગામીત અને શ્રી લીલાબેને ફરજ બજાવી હતી. કાર્યક્રમને અંતે આભારવિધિ જીવનભારતી કુમારભવનના આચાર્યાશ્રી પીંકીબેન માળી દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમની સફળતા બદલ જીવનભારતી મંડળના મંત્રીશ્રી અજીતભાઈ શાહ સાહેબ અને શ્રી મયંકભાઇ ત્રિવેદી સાહેબે જીવનભારતી કુમારભવનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
