
Pre-Primary Education Training Class
ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર અને શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તેમજ સુરત જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સહયોગથી આયોજિત પૂર્વ પ્રાથમિક શિક્ષણ તાલીમ વર્ગ (મુખ્ય કેન્દ્ર :-જીવનભારતી મંડળ, સુરત)
બાળ કેળવણીને વરેલો બાળભવનનો શિક્ષક ભવિષ્યની કેડી ને કંડારનાર એક શિલ્પી છે, આ શિલ્પીને વધુ સુસજ્જિત કરવા માટે પ્રતિષ્ઠિત સંસ્થાઓના શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે તા:-૧૧.૦૧.૨૦૨૬ ને રવિવારના રોજ જીવનભારતી શાળામાં ૪૦ દિવસના સર્ટિફિકેટ તાલીમ વર્ગ વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો.
શ્રી ડૉ. ટી. એસ. જોષી:-કુલપતિ શ્રી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગર.
શ્રી ડૉ. ભગીરથસિંહ પરમાર:- જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ,સુરત.
શ્રી પ્રશાંતભાઈ ભટ્ટ:- મેનેજિંગ ટ્રસ્ટી
શ્રી વિપુલભાઈ વ્યાસ:- શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ભાવનગર
થી ઉપસ્થિત રહ્યાં હતા.
આ કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગે માં શારદાની વંદનાની રજૂઆત સંગીત વૃંદ નેકા બહેન સ્માર્ત, હાર્મોનિયમ પર શ્રી નૈનેશભાઈ જોષી અને તબલા પર પૂર્વરાજ જોષી એ સંગત કરી હતી. આ દિશા બોધન કાર્યક્રમમાં જીવનભારતી મંડળના મંત્રી શ્રી અજિતભાઈ શાહે આવકાર પ્રવચન રજૂ કર્યો હતો અને તાલીમ વર્ગનું કેન્દ્ર જીવનભારતી ને પસંદ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો .આ સાથે ઉપસ્થિત મહાનુભાવોનું સુવાસગુચ્છ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રી ડૉ .ટી.એસ. જોષી સાહેબ એ કેળવણીના અભિગમના સાતત્યનો મર્મ સમજાવ્યો હતો. શ્રી ભગીરથભાઈ પરમાર સાહેબ એ આ તાલીમ વર્ગ ભાવનગરના સ્થાને સુરત ખાતે યોજવા પાછળનો આશય શિક્ષકોની સુગમતા, સરળતા અને અત્રે રજાના દિવસો દરમ્યાન તાલીમ વર્ગ યોજાય જેવી કાર્યરત શિક્ષકોની અનુકૂળતા જળવાય એ માટેના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો.
આ સાથે શ્રી પ્રશાંતભાઈ ભટ્ટ એ દક્ષિણામૂર્તિની કાર્ય પ્રણાલિકા તેમજ શ્રી નૂતન બાળ શિક્ષણ ટ્રસ્ટના પ્રવૃત્તિઓ તેમજ બાળકો અને શિક્ષકો માટેના સંસ્થાના પ્રયત્નો નો ચિતાર આપ્યો હતો. શ્રી વિપુલભાઈ વ્યાસ એ તાલીમ વર્ગના ભાવિ આયોજન અને તાલીમાર્થીના પ્રશ્નોનો જવાબ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં જીવનભારતી મંડળના મંત્રી શ્રી અજિતભાઈ શાહ, કોષાધ્યક્ષ શ્રી ચિંતનભાઈ શાહ, કારોબારી સભ્ય શ્રી વૈભવી બહેન મહેતા, નૂ.બા.શિ. ટ્રસ્ટના શ્રી મંજુલાબેન સવાણી, અદાણી ગ્રુપના એજ્યુ. કો-ઓર્ડીનેટર શ્રી વિરાજબહેન ,પ્રવૃત્તિ વિદ્યાલયના આચાર્યાશ્રી અને તાલીમ વર્ગના સંયોજક શ્રી હિનાબહેન પવાર , શ્રી રચના બહેન ચોખાવાલા અને શ્રી રાજેશભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતાં. આ સાથે શિક્ષક મિત્રોએ મોન્ટેસૉરીના પ્રબોધક સાધનનું નિદર્શન અને પ્રદર્શન રજૂ કર્યું હતું.
આ તાલીમ વર્ગમાં ૪૦ થી વધુ તાલીમાર્થીઓ તેમજ સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ જોડાયા હતાં. બાળકોના સર્વાંગી વિકાસમાં દિશા સૂચન કાર્યના આ અભિગમનું આયોજન જીવનભારતી મંડળ સુરત ,દ્વારા કરવામાં આવ્યું હતું.
