
INS Surat, Hazira Visit
જીવનભારતી, પ્રવૃત્તિ વિદ્યાલય, પ્રાથમિક વિભાગના શ્રેણી: 8 ના વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજીથી સજ્જ યુદ્ધ જહાજ નજીકથી જોવાનો અવસર આચાર્યશ્રી નિમિષાબેન નાયક તથા નિરીક્ષકશ્રી મૃગાબેન વજીરના માર્ગદર્શન હેઠળ મળ્યો. સૌ પ્રથમ શ્રેણી: 8 ના 47 જેટલા વિદ્યાર્થીઓ સાથે૭:૩૦ કલાકે બસ ઉપડી બાદ 8:30 વાગ્યે સ્થળ પર પહોંચ્યા. ત્યાં જરૂરી પુરાવાઓ નોંધી અંદર પ્રવેશ મેળવ્યો જ્યાં ભારતીય નૌસેના દ્વારા મુલાકાતનો મુખ્ય હેતુ નૌસેનાની કામગીરી, રાષ્ટ્રસુરક્ષામાં તેની ભૂમિકા અને સમુદ્રી સુરક્ષાના મહત્વ વિશે માહિતી મેળવવાનો હતો.
સૌ પ્રથમ મુલાકાત દરમિયાન ત્યાંના નૌસેના અધિકારીઓએ અમને ઉષ્માભેર આવકાર્યા અને INS (ઇન્ડિયન નૌઅલ શીપ) વિશે પ્રાથમિક માહિતી આપી. ત્યારબાદ વિદ્યાર્થીઓને કેપ આપી હરોળમાં જહાજમાં પ્રવેશ આપ્યો. ત્યાંના કૅપ્ટન સુજિત દ્વારા જહાજની શસ્ત્ર પ્રણાલી, રડાર, બ્રહ્મોસ મિસાઇલ,સંચાર વ્યવસ્થા, નેવિગેશન સિસ્ટમ, સમુદ્ર સીમાઓની સુરક્ષા, બચાવ કામગીરી અને આપત્તિ વ્યવસ્થાપન અંગે નૌસેનાની ભૂમિકા સમજાવવામાં આવી. તેમના જણાવ્યા મુજબ ગૌરવપૂર્ણ કહી શકાય તેવી માહિતી કે જહાજના મોટાભાગના હિસ્સાઓ ગુજરાતમાંથી મેળવવામાં આવ્યા છે. 1000 ટન લિટર ફ્યુઅલ સમાવી શકે એવા અદ્ભુત યુદ્ધ જહાજની લંબાઈ 164 મીટર છે, જે દરરોજ 100 ટન ટ્રાવેલિંગ સાથે સફર કરે છે. પહોળાઈ 17.4 મીટર અને વજન 7400 ટન છે. તે 30 નોટ્સ (પ૬ કિ.મી. / કલાકથી વધુ) ની ઝડપ ધરાવે છે.
