વર્ષ ૨૦૧૯ ની જન્માષ્ટમીનો મહોત્સવ જીવનભારતી શાળા માટે પણ ઉત્સવ બની ગયો. તા.૨૩મી ઓગસ્ટ ૨૦૧૯ નાં રોજ ધી ઇન્સ્ટીટયૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર થયેલ CMA ફાઈનલનાં પરિણામમાં જીવનભારતી કિશોરભવનની ભૂતપૂર્વ વિદ્યાર્થીની CA-CMA કુ. સ્વાતિ શાહએ વર્ષ ૧૯૯૯માં KG થી પોતાની શિક્ષણયાત્રાનો પ્રારંભ જીવનભારતી બાળભવનથી કર્યો હતો. ત્યારબાદ વર્ષોવર્ષ હંમેશાં શાળામાં પ્રથમ રહીને વર્ષ-૨૦૧૩ માં જીવનભારતી કુમારભવનમાંથી HSC ની પરીક્ષા ૯૯.૯૯ PR સાથે ઉત્તીર્ણ કરીને સમગ્ર બોર્ડમાં પ્રથમ હરોળનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ માટે B.COM માં Distinction પ્રાપ્ત કરી સાથોસાથ CA નાં વ્યાવસાયિક કોર્ષમાં વર્ષ ૨૦૧૯ માં સમગ્ર ગુજરાતમાં દ્વિતીય અને સમગ્ર ભારતમાં 21 મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તેજસ્વી કારકિર્દી ધરાવતી કુ.સ્વાતિ વિશ્વવિખ્યાત MNC Larsen & Toubro Limited માં પોતાની સેવા વર્ષ ૨૦૧૭ થી જ આપી રહી છે.  MNC માં જોડાયા બાદ પણ કઈંક નવું શીખવાની ધગશે તેણીને Cost Accounting માં પણ ડીગ્રી મેળવવાની પ્રેરણા મળી હતી . પોતાની ઘગશને લીધે રોજીદી વ્યવસાયિક ફરજ બાદ મળતા સમયનો સદુપયોગ કરી, સ્વમહેનતે અભ્યાસ કરી CMAફાઈનલમાં રાષ્ટ્રીય સ્તરે ૩ જો ક્રમ પ્રાપ્ત કરી પરિવારજનોની સાથોસાથ જીવનભારતી શાળા પરિવારનું નામ પણ દેશભરમાં રોશન કર્યું છે.