तुमि विद्या तुमि धर्म तुमि हरी तुमि

कर्म तवं हि प्राणाः शरीरे वन्दे मातरम.

જીવનભારતી મંડળનાં ઉપક્રમે ૭૦માં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમમાં શ્રી નગીનદાસ સંઘવી (પ્રોફેસર,લેખક અને વરિષ્ઠ પત્રકાર)ના  વરદ હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીવનભારતી મંડળનાં ઉપાધ્યક્ષશ્રી ડૉ પ્રજ્ઞેશભાઈ જોશીએ મુખ્ય મહેમાનશ્રીનો શાબ્દિક આવકાર પરિચય આપ્યો. ત્યારબાદ શ્રી નગીનદાસ સંઘવીએ રાષ્ટ્રધર્મ એજ પરમ ધર્મની ભાવના સહ જણાવ્યું કે રાષ્ટ્રભાવના સાથે તમે જે ક્ષેત્રમાં તમારા કર્તવ્ય, કર્મનું શ્રેષ્ઠતમ યોગદાન આપીને, દેશભક્તિ વ્યક્ત કરવાનું ઉત્તમ અને શ્રેષ્ઠતા પ્રદાન કરવા માટે કટીબદ્ધતા કેળવો. રાષ્ટ્રધ્વજ ને ગૌરવાન્વિત કરવા માટે પ્રતિબદ્ધતા સહ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી જીવનભારતી પરિવારને શુભ આશિષ સહ ૭૦માં પ્રજાસત્તાકદિન પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત કુ.હરીશ્રી હળિયાએ અખંડભારતની ગૌરવગાથા સહ શુભકામના સાથે એકતા અને અખંડતાનો સંદેશ આપ્યો હતો. બાળકોએ ભારતનાં ગૌરવશાળી ઇતિહાસની ગાથાને નૃત્યાત્મક સ્વરૂપે રજુ કરી તેમા ઉપસ્થિત મહાનુભાવોને રાષ્ટ્રભક્તિનાં રંગેરંગી દીધા હતા આ સાથે બાળવિકાસ ભવનના બાળકોએ “સારે જહાં સે અચ્છા” ગીતના રજૂઆત કરી હતી.આ પ્રસંગે રમતગમત ક્ષેત્રે રાષ્ટ્ર અને રાજ્યકક્ષાએ ક્રમ મેળવેલ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. તેમજ સ્વ. ચિત્રકાર શ્રી જગદીપભાઈ સ્માર્ત ના સ્મરણાર્થે યોજાયેલ ચિત્રસ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર એનાયત કરાયા હતા.

અખંડ ભારતનાં ગણતંત્ર પર્વની ગરિમાપૂર્ણ ઉજવણીના અંતે રાષ્ટ્રીય પ્રતિક સ્વરૂપે તિરંગા ફૂગ્ગાઓને સ્વતંત્ર ભારતના ગગનમાં મુક્ત રીતે વિહરવા માટે મુખ્ય મહેમાન, મહાનુભાવો અને બાળકોના હસ્તે હર્ષોનાદ સાથે ઉડાવવામાં આવ્યા હતા. આમ સ્વતંત્રતા, સ્વાધીનતા અને સંવિધાનના પ્રણેતાઓને પ્રણામ સહ ગર્વભેર પ્રજાસત્તાકદિનના ઉજવણીનું સાર્થક, સાકાર સ્વરૂપે સુપેરે સમાપન કરવામાં આવ્યું હતું.