૧૫ મી ઓગસ્ટ, ૨૦૧૯ ને ગુરુવારના રોજ સવારે ૮:૦૦ કલાકે જીવનભારતીના પટાંગણમાં આઝાદીના ૭૩માં પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના RCH વિભાગના ભૂતપૂર્વ નિયામક તથા FW વિભાગના ભૂતપૂર્વ અધિક નિયામક ડૉ. વિકાસબેન દેસાઈના વરદહસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જીવનભારતી મંડળના મંત્રીશ્રી ડૉ. કેતન શેલતે મહેમાનશ્રીનો પરિચય આપ્યો હતો. અતિથિવિશેષ ડૉ. વિકાસબેને પોતાના વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જાગૃત કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ દેશની પ્રગતિ માટે પ્રતિજ્ઞા લીધી હતી. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરાયું હતું. વર્ષ ૨૦૧૮-૧૯ માં શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર શિક્ષકો તથા ૩૭ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતે વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ ગીત ઉપર સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીવનભારતી મંડળના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.