તારીખ.06-09-2023 બુધવાર ના રોજ જીવન ભારતી મંડળ સંચાલિત સ્પેશ્યલ એજ્યુકેશન ભવનમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી, ભગવાન શ્રીકૃષ્ણ ની પૂજા અર્ચના સાથે મટકી ફોડ નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ શ્રી કૃષ્ણ, ગોવાળ અને રાધા,ગોપીઓ બનીને ઉત્સાહપૂર્વક શાળામાં આવ્યા હતા.તથા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓમા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ અને તેમના જીવન વિષે આધ્યાત્મિક જ્ઞાનનું સિંચન કરવામાં આવ્યું.