સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્યદિન ની ઉજવણી કિલ્લાનાં મેદાન, ચોક બજાર સુરત ખાતે માનનીય મેયર ડૉ. જગદીશભાઈ પટેલનાં વરદ હસ્તે ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તરમોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનનાં બાળકોએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી.