જીવનભારતી મંડળ અને સ્વ.બાબુભાઈ ગાંધી પ્રેરિત વર્ષ: ૨૦૧૭-૧૮ માટે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ શાળાના મદદનીશ શિક્ષિકા શ્રી ભાદ્રિકાબહેન શાહને એનાયત કરવામાં આવ્યો. રોકડ ઇનામ તથા સન્માનપત્ર મેળવવા બદલ આચાર્યાશ્રી સુષ્માબહેન તથા શાળા પરિવારે અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.