જીવનભારતી મંડળના નેજા હેઠળ કાર્યરત નૂતન બાળશિક્ષણ ટ્રસ્ટ સુરતનાં ઉપક્રમે તા: ૨૭/૦૭/૨૦૧૯ ને શનિવાર નાં રોજ રોટરી હોલ જીવનભારતી સંકુલ ખાતે સર્જનાત્મક પ્રવૃત્તિઓ વિષયક કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરની ૧૫૦ જેટલી શાળાઓનાં ૩૦૦ જેટલા શિક્ષકોએ આ કાર્ય શિબિરમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ લીપણકળા અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓ શીખી હતી આ કાર્ય શિબિરમાં પીડીલાઈટ કંપનીના તજજ્ઞ શ્રીમતી મીનળબેન મગાણી અને તેમના સહાયકોએ સેવા પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં જીવનભારતી મંડળ અને નૂતન બાળ શિક્ષણ સંઘના હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.