યુગ પ્રાચીન હોય કે અર્વાચીન કે પછી અત્યાધુનિક સમાજ શુદ્ધિકરણમાં સૌથી વધુ પ્રભાવક પરિબળ રહયું હોય તો એ સદૈવ શિક્ષણ અને શિક્ષકો જ છે. શિક્ષકના ગુણ કર્મને સન્માનિત કરવા જીવનભારતી મંડળ આયોજિત સ્વ. બાબુભાઈ પૂનમચંદ ગાંધી પ્રેરિત શિક્ષક રત્ન પુરસ્કાર સમારંભ જાણીતા શિક્ષણવિદ્ , ચિંતન અને વિચારક શ્રી પ્રકાશભાઈ શાહની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં જીવનભારતી મંડળના અધ્યક્ષશ્રી , પ્રમુખશ્રી અને મંત્રીશ્રીઓએ ઉપસ્થિત રહી શિક્ષકોને સન્માનિત કર્યા હતા. આ સમારંભમાં જીવનભારતી સંકુલ માંથી ૧૩ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સમગ્ર શાળા પરિવારે કાર્યક્રમમાં હાજરી આપી શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ સમારંભમાં દાતાશ્રીના પરિવારજનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.