શિક્ષકનાં ગુણકર્મને સન્માનિત કરવાનાં હેતુથી જીવનભારતી મંડળ અને સ્વ. બાબુભાઈ ગાંધી પ્રેરિત વર્ષ: ૨૦૧૮-૧૯ શિક્ષક રત્ન પુરસ્કાર સમારંભ શિક્ષણવિદ્ , ચિંતન અને વિચારક શ્રી પ્રકાશભાઈ શાહની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ શાળાના મદદનીશ શિક્ષક શ્રી બ્રિજેશભાઈ શિંદે અને શ્રી બ્રિજલબહેન પટેલે આ એવોર્ડ પ્રાપ્ત કરી શાળા પરિવારને ગૌરવ અપાવ્યું છે. આચાર્યાશ્રી સુષ્માબહેન દેસાઈ તથા શાળા પરિવારે અભિનન્દન પાઠવી અતિ આનંદની લાગણી અનુભવી હતી.