જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય શ્રેણી: ૧ થી ૫ માં “શહીદદિન” નિમિત્તે ભૂતપૂર્વ NCC કેડેટ તરીકે કામ કરનાર શ્રી આકાશભાઈ શાહે બાળકોને દ્વશ્ય-શ્રાવ્ય સાધનો દ્વારા ગાંધીજીના જીવનની ઝાંખી કરાવી બાળકોને મૂંઝવતા પ્રશ્નોના ઉત્તર આપ્યા. આચાર્યાશ્રી સુષ્માબહેન દેસાઈએ પણ બાળકોને ગાંધીજીના આદર્શો જેવા કે સત્ય, અહિંસાના માર્ગો ચાલવાનો અનુરોધ કર્યો. મદદનીશ શિક્ષિકા શ્રી જાગૃતિબહેન ઉમરાવ તથા બ્રિજલબહેન પટેલે દેશભક્તિ ગીત રજુ કર્યું. શહીદો માટે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી. વાલીમંડળના સભ્ય શ્રી જીનલબહેન આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહયા.