જીવનભારતી કિશોરભવનના શ્રેણી: ૬-૭-૮ નાં ૫૦૦ જેટલાં વિદ્યાર્થીઓ, ભાઈ-બહેનોને યોગાસન પ્રાણાયામ અને યોગવિશેની શ્રી શ્રી રવિશંકર સંચાલિત આર્ટ ઓફ લિવિંગના સાધકો શ્રી મિરલબેન નાણાવટી, શ્રી અંજુબેન રામાણી અને શ્રી સંજયભાઈ વિશ્વયોગદિન નિમિત્તે દ્વારા જીવનભારતી સાધ્યારના ગ્રાઉન્ડ ઉપર યોગાસનો કરાવ્યા. જેમાં જીવનભારતી કિશોરભવનના શિક્ષકમિત્રો પણ જોડાયા હતા. આ સાધકોને પુસ્તકરૂપી સ્મૃતિભેટ આપી આવકાર અને આભાર વ્યક્ત કર્યો હતો.