દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર, સુરત તથા જીલ્લા ગ્રાહક માહિતી કેન્દ્ર સુરતની સંસ્થાએ તા. ૨૪/૧૨/૧૮ સોમવાર ના રોજ આર.ડી.ઘાયેલ જીવનભારતી નાનપુરા સુરત તાપી ખાતે ૨૪ મી ડિસેમ્બર ૨૦૧૮ રાષ્ટ્રીય ગ્રાહક દિન ઉજવણી /સાપ્તાહિક ઉજવણી, ગ્રાહક સુરક્ષા અધિકાર જાગૃતિ અંગેનો કાર્યક્રમ (સેમિનાર, તાલીમ, શિબિર, બેનર પ્રદર્શન, વકૃત્વ, ચિત્ર – નિબંધ સ્પર્ધા, ચર્ચા – પ્રશ્નોતરી વગેરે) આયોજિત કરેલ જેમા આશરે ૪૫૦ પ્રેક્ષકગણ / લાભાર્થી વિદ્યાર્થી , ભાઈ – બહેનો, વડીલો, વાલીઓએ (ગ્રામ / શહેરી કક્ષાએ )આ કાર્યક્રમનો લાભ લીધેલ. આ કાર્યક્રમ / ઉજવણીનું થીમ, “Timely disposal of consumer cases” (ગ્રાહક ફરીયાદનુ સમયસર નિવારણ) રહેલ.