શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદ દ્વારા તા. ૩૦/૭/૧૯ ના રોજ આંતર શાળા અંગ્રેજી વકતૃત્વ સ્પર્ધાનું આયોજન રાજ્ય કક્ષાએ થયું હતું. જેમાં પ્રવૃત્તિ વિદ્યાલય જીવનભારતી શાળાના ધોરણ-૧૨ કોમર્સના વિદ્યાર્થી અપૂર્વ ચૌહાણે ભાગ લીધો હતો અને જે અંતર્ગત પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જીવનભારતી મંડળના મંત્રીશ્રી ડૉ કેતન શેલત શાળાના આચાર્યાશ્રી મમતાબેન નાયક તથા શાળા પરિવારે આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં શિક્ષક શ્રી નિલેશભાઇ મિસ્ત્રીએ આ સ્પર્ધાની તૈયારી માટે માર્ગદર્શન આપ્યું હતું.