ગયા વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવૃત્તિ વિદ્યાલય જીવનભારતીના શિક્ષકો ૪૦ વર્ષના ઉપરના વય જૂથમાં રસ્સા ખેંચની સ્પર્ધામાં પ્રથમ લેવલે જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રવેશ મેળવી તેમાં પણ પ્રથમક્રમ મેળવ્યો. ત્રીજા લેવલે દક્ષિણ ઝોનકક્ષાની સ્પર્ધા વલસાડ ખાતે યોજાઈ હતી. તેમાં પણ પ્રથમ ક્રમ મેળવી સુરત શહેરની ટીમે ચોથા લેવલે રાજ્યકક્ષાની સ્પર્ધા અંજાર (કચ્છ) ખાતે ભાગ લઇ ગ્રામ્ય વિસ્તારની વિજેતા ટીમ સામે સુરત શહેરની ટીમે રમતનું સુંદર પ્રદર્શન કર્યું. કચ્છ ખાતેની સ્પર્ધામાં શ્રી નેહુલભાઈ મારફતિયા કોચ/મેનેજર તરીકે ફરજ બજાવી.

ભાગ લેનાર ખેલાડીયો : શ્રી ભદ્રિકા શાહ, શ્રી શેતલ શાહ, શ્રી અંજના પ્રજાપતિ, શ્રી આશિતા પરમાર, શ્રી જાગૃતિ લિમ્બાચિયા, શ્રી જાગૃતિ ઉમરાવ, શ્રી મનીષા ઉપાધ્યાય, શ્રી યોગિતા શાહ, શ્રી પૂર્ણિમા ઘડીયાળી.