બાળકોમાં સંપ, સહકાર, ખેલદિલીની ભાવના વિકસે તથા શરીર ખડતલ બને તે આશયથી પ્રવૃત્તિ વિદ્યાલય, જીવનભારતીમાં આચાર્યાશ્રી સુષ્માબહેન દેસાઈ તથા વાલીમંડળના સહયોગથી તા: ૨૬/૧૨/૧૮ ના દિને રમતોત્સવનું આયોજન કરવમાં આવ્યું હતું. જેમાં શેરી રમતને પણ પ્રાધાન્ય આપ્યું હતું. શ્રેણી: ૧ના બાળકોમાં સતર્કતા વધે તેથી નદી કે પર્વતની રમત, શ્રેણી:૨ ના વિદ્યાર્થીઓ પોતાનું બળ સૌષ્ઠવ દર્શાવવા વર્તુળનો રાજા, શ્રેણી:૩ ના બાળકોમાં સહકારની ભાવના વિકસાવનારી રમત ત્રિપગી દોડ, શ્રેણી:૪ના બાળકોની ચપળતામાં વધારે કરવા ભૂખ્યા પક્ષી અને શ્રેણી:૫ ના બાળકોની એકાગ્રતાનો ગુણ ખીલવવા દોરીમાં મણકા પરોવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઇ રમતોત્સવને આનંદોત્સવ બનાવ્યો હતો. વાલીમંડળના સભ્યો હાજર રહી કાર્યક્રમની શોભામાં વધારો કરી વિજેતા બાળકોને શિલ્ડ તથા મેડલથી નવાજયા હતા.