જીવનભારતી મંડળ પ્રવૃત્તિલક્ષી વિચારધારાનાં સાતત્યમાં આજનો બાળવિદ્યાર્થી મેડમ મોન્ટેર્સરીના સિધ્ધાંતો દ્વારા ભાર વિનાના ભણતરનાં અભિગમનો પરિચય મેળવે,જાણે, સમજે અને જીવનમાં આત્મસાત કરે. તેવા આશય સહ, બાળવાર્તા – બાળ નાટક અને ગીત ગૂંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી નીલાબહેન શાહએ બાળકોને બાળવાર્તા – બાળ નાટક અને ગીતગૂંજન દ્વારા પ્રેરણાત્મક અને બોધાત્મક શિક્ષણ તરફ અભિમુખ કર્યા હતા. આ પ્રયાસમાં સંસ્થાની શિક્ષિકા બહેનો અને મોન્ટેર્સરી તાલીમાર્થી બહેનો સહયોગી બન્યા હતા.