મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત અમારી શાળામાંથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે તા.૨૫-૧-૨૦૨૧ને સોમવારના રોજ શાળાનાં શિક્ષિકા શ્રી દામિનીબેન દ્વારા મતદાન જાગૃતિ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં હતી. વિદ્યાર્થીઓને મતદાન અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. તથા ઈ.સી.આઈ. દ્વારા યોજવામાં આવેલ લાઈવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઓનલાઈન જોડાઈ કાર્યક્રમ નિહાળ્યો હતો. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ અંગે ઓનલાઈન માહિતી આપવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તર કરી જાણકારી મેળવી હતી. આ કાર્યક્રમમાં પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કેમ્પસ એમ્બેસેડર શ્રી નિતેશભાઈ જોષીએ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમ આચાર્યાશ્રી પિન્કીબેન માળીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.