સમયના વિશાળ પટ પર પાંગરેલી, ઉછરેલી અને વિકસેલી એવી ભાષાના મહત્વથી વિદ્યાર્થીઓ પરિચિત થાય તે હેતુથી શાળામાં સંસ્કૃત ભાશાવિદ શ્રી હિતનાથ ઝાના અતિથીસ્થાને ભાષા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યાશ્રી નિમિષાબહેન નાયકના માર્ગદર્શન હેઠળ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રજુ કરેલા આ પ્રદર્શનમાં સંસ્કૃત, ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી લોકગીત તથા કવિસંમેલનની પ્રત્યક્ષ રજૂઆત તેમજ ભારતની અન્ય ભાષાઓના સંવાદ મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બની હતી. શાળા પરિવારના આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા સંસ્થાન મંત્રી શ્રી ડૉ.કેતનભાઈ શેલત તથા શ્રી અજીતભાઈ શાહ ઉપસ્થિત રહયાં હતા.