લ્યો આવી ગયો પ્રવેશોત્સવ દર વર્ષની જેમ
ચહેરા ઉપર સ્મિત ફૂલઝડી સમ,
ચમકતી અમ આંખમાં તેજ સ્વપ્નોની સંગ,
પ્રવેશથી મહેકાવશું જીવનભારતી ઉપવન,
ચાલો સાથે મળીને ઉજવીએ પ્રવેશોત્સવ…
પા… પા… પગલી પાડતાં બાળકોને સંગ
મહેકાવશે કેળવણી સાથે આત્મબળ સંગ.

આ પ્રવેશોત્સવની શરૂઆત પ્રભુને યાદ કરીને પ્રાર્થનાથી શરૂઆત કરી દર વર્ષની જેમ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી. જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળ ભવન અને મો.વ.બુનકી બાળભવનનાં સંયુક્ત ઉપક્રમે તા. ૩/૭/૨૦૧૯ ને બુધવારનાં રોજ શ્રી શીતલબેન ભટ્ટ (કિલ્લોલ, ડે કેર સેંટર) એ પ્રિ-સ્કુલના સંચાલક અને જીવનભારતી ગ્રુપ ૧૮૮૯ ના મહેમાન પદેયોજાયો હતો. આ પ્રવેશોત્સવમાં મંત્રીશ્રી ડૉ કેતનભાઈ શેલત જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલયના વાલીમંડળના સભ્યશ્રી જસ્મીનભાઈ અને શ્રી કમલભાઈ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે આવેલાં મહેમાનો દ્વારા બાળકોને ભેટ આપ્યો હતો.