NJCT દ્વારા શહેરની સોળ સરકારી અને ખાનગી શાળામાં અંગ્રેજી, વિજ્ઞાન, ગણિતના વિષય આધારિત સરપ્રાઈઝ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જીવનભારતી મંડળ સંચાલિત પ્રવૃત્તિ વિદ્યાલય પ્રાથમિક વિભાગમાં શ્રેણી:૧ થી ૫ માંથી શ્રેણી ૪ અને ૫ ના વિદ્યાર્થીઓએ સરપ્રાઈઝ ટેસ્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જેમાં શ્રેણી ૫ સ્વરા વાસંદિયાએ દ્વિતીય ક્રમે અને વિવેક બારડોલીયા એ તૃતીયક્રમ પ્રાપ્ત કર્યો. આ સાથે જે તે વિષયમાં પણ બાળકોનું પરિણામ સારું હોય તે વિષયના શિક્ષકોને પણ સન્માનિત કરી પુરસ્કૃત કરવામાં આવ્યા. જેમાં વિજ્ઞાન વિષયમાં શાળાના આચાર્યાશ્રી સુષ્માબહેન દેસાઈએ પ્રથમક્રમ, ગણિત વિષયમાં શ્રી પારુલબહેન ઠાકોરે પ્રથમક્રમ અને અંગ્રેજી વિષયમાં કુ. સુમૈયાબહેન શેખે દ્વિતીયક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું, આ દરેકને સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા.