ઈમેજ અને જીવનભારતી મંડળ દ્વારા તા:૧/૧/૨૦૧૯ ના રોજ “પાંચ કાવ્યસંગ્રહનું પંચામૃત” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અતિથિવિશેષ પદે શ્રી ભદ્રેશ શાહ અને શ્રી બી.એસ. અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિશ્રી ભદ્રેશ શાહે આ પ્રસંગે પ્રાસંગિક અભિવ્યક્તિ કરી હતી તથા અન્ય અતિથિશ્રી બી.એસ. અગ્રવાલ પણ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
જીવનભારતી મંડળ વતી શ્રી રશ્મિ ઝા એ સંસ્થાની સાહિત્ય સાથેની સંલગ્નતાની તેમજ સંસ્થાની સાહિત્યિક પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સુજ્ઞ સાહિત્ય રસિકો દ્વારા બહોળો પ્રતિસાદ પામ્યો હતો.
જીવનભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થીની શ્રી એષા દાદાવાળા ને તેમના પુસ્તક ‘ઈગો’ ના વિમોચન પ્રસંગે સંસ્થાએ અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.