પરિવારનો આધારસ્તંભ એવા દાદા-દાદી પ્રત્યેના સ્નેહભાવમાં વધારો થાય તે આશયથી આચાર્યાશ્રી સુષ્માબહેન દેસાઈનાં માર્ગદર્શન હેઠળ શ્રેણી: ૧ થી ૫ માં ‘દાદા-દાદી સંમેલન’ યોજવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત દાદા-દાદીઓએ વાર્તા, જોડકણા, હાલરડાં તથા ચારીત્ર્ય ઘડતરની વાતો કરી બાળકોને આનંદમાં લાવી દીધા હતાં. આ કાર્યક્રમમાં વિવિધ ભવનના આચાર્યો, મંડળના હોદેદારો, વાલીમંડળના  સભ્યોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.