૨૧ મી જૂનનાં દિને જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલયનાં પટાંગણમાં ‘વિશ્વયોગદિન’, ‘સંગીતદિન’ તથા શ્રેણી:૧ ના ‘પ્રવેશોત્સવ’ ની ઉજવણી આચાર્યાશ્રી સુષ્માબહેન દેસાઈનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં બાળકોને યોગ અને સંગીતનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અતિથિવિશેષ તરીકે (ભૂતપૂર્વ વિદ્યાર્થી) અને તબલાવાદક શ્રી અભિજ્ઞભાઈ શાસ્ત્રીને આમંત્રિત કર્યા હતા. શ્રેણી: ૧ ના વાલીમિત્રો, વાલીમંડળનાં સભ્યો અને મંડળના હોદેદારશ્રીઓ તથા તમામ ભવનનાં આચાર્યાશ્રીઓએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.