દેશભરમાં હાલમાં પાણીની સમસ્યા હલ કરવાના હેતુથી પાણી સંગ્રહ કરવા માટેજળશક્તિ અભિયાન શરૂ કરેલ છે. આ અંતર્ગત વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા જીલ્લા તથા લેવલના સ્થાનિક અધિકારીઓ સાથે ખાસ ટીમ બનાવી પાણીની અછતને લગતી સમસ્યાઓ માટે કામગીરી હાલમાં ચાલુ છે. આ આંદોલનમાં સ્થાનિક લોકોનો સહકાર તથા ભાગીદારી થાય તો આ આંદોલન સફળ થઇ શકે. જેમાં વિદ્યાર્થીઓની ભાગીદારી આ આંદોલનને વધુ સમૃધ્ધ બનાવી શકે છે.

પાણીની સમસ્યા હલ કરવા માટે જરૂરી પ્રયત્નો કરી રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થવા માટે અમારી શાળામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૨૫/૦૮/૨૦૧૯ નાં સોમવારનાં રોજ રંગભવનમાં “જળસંચય” નાટક વિદ્યાર્થીઓ દ્વારા રજુ થયુ હતું. આ કાર્યક્રમમાં શાળાના મંત્રીશ્રી ડૉ. કેતનભાઈ શેલત સાહેબ, મંડળના સભ્યશ્રી મયંકભાઈ ત્રિવેદી સાહેબ તથા શ્રી રાકેશભાઈ ગાંધી સાહેબ ઉપસ્થિત રહયા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી ફેહમીદાબેન મુલ્લાએ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઇ હતી. ત્યારબાદ કાર્યક્રમની સમજૂતી આપી નાટકની અદભૂત રજૂઆત રંગભવનમાં થઇ હતી. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક નાટ્યકલાકારોને વધાવી લીધા હતા. નાટક પૂર્ણ થયા પછી મંડળના સભ્યશ્રી મયંકભાઈ ત્રિવેદી સાહેબ, શ્રી રાકેશભાઈ ગાંધી સાહેબ અને શ્રીમતી પિંકીબેન માળીએ “જળ સંચય” અંગે પોતાના અભિપ્રાયો રજુ કર્યા હતા.

ત્યારબાદ “જળબચાવો” અંગેના વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવવામાં આવ્યા હતા. “જળબચાવો” ની શરૂઆત આપણાથી જ કરવી જોઈએ. સગા-સંભંધી, મિત્રોને પણ જાગૃત કરવા જોઈએ. એવા સૂચનો શાળાનાં આચાર્યા શ્રીમતી પિંકીબેન માળીએ વિદ્યાર્થીઓને આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ખુબજ સરસ રહયો હતો. કાર્યક્રમને અંતે આભારવિધિ શ્રીમતી ફેહમીદાબેન મુલ્લાએ કરી હતી.