મો. વ. બુનકી જીવનભારતી બાળભવનમાં આજ રોજ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વૈષ્ણવ સમાજ ના અગ્રણી શ્રી ગીતા બહેન દલાલ અને શ્રી માયા બહેન શાહ પધાર્યા હતા. આ કાર્યક્રમમાં જુ.કે.જી.નાં બાળકોએ રાસ રજુ કર્યો અને સિ.કે.જી ના બાળકોએ કૃષ્ણ જન્મનાં નાટકની સુંદર રજૂઆત કરી હતી. અને તાલીમાર્થી બહેનોએ કૃષ્ણ અને સુદામાની મૈત્રીનું નાટક કર્યું હતું. કાર્યક્રમ ના અંતમાં જુ.કે.જી અને સિ.કે.જીના બાળકોએ ભેગા મળી મટકીફોડ નો કાર્યક્રમ કર્યો હતો. આ દિવસે આખું બાળભવન જાણે વૃંદાવન બની ગયું હતું.