ભારતીય સંસ્કૃતિ માં માતૃદેવો ભવ: પિતૃદેવો ભવ: નું સૂત્ર વિશ્વને પ્રેરિત કરે છે. બાળકનાં ઉછેરમાં માતાનો જેટલો ફાળો છે એટલી જ પિતાની ભૂમિકા પણ અગત્યની છે. આ ઉદશ્ય સહ બાળકોનાં પિતાઓને શાળા પરિવારે આમંત્રિત કરી વિવિધ ફન એક્ટીવિટી કરાવી તેમજ રમતો રમાડી હતી. આ કાર્યક્રમ અંતર્ગત “એક બાળ એક છોડ” સહ બાળઉછેરના ની સાથે એક છોડનું વાવેતર અને તેના માવજતની પ્રતિજ્ઞા સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક સુપેરે પાર પાડ્યો હતો. જેમાં શાળાના હોદેદારશ્રીઓ તેમજ વાલીમંડળના સભ્યો અને વાલીશ્રીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.