ટી એન્ડ. ટી.વી. શાળા ખાતે ખેલમહાકુંભની ઝોનકક્ષાની એથલેટીક્સ સ્પર્ધામાં શ્રેણી : ૫ નાં વિદ્યાર્થી કવિશ પટેલે ૩૦ મી. દોડમાં અને સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પમાં પ્રથમક્રમ મેળવી તથા શ્રેણી : ૩ નાં વિદ્યાર્થી ધ્યાન પચ્ચીગરે સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પમાં ત્રીજોક્રમ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે. આ વિદ્યાર્થીઓએ વ્યાયામ શિક્ષિકા શ્રી ભદ્રિકાબેન શાહના માર્ગદર્શન હેઠળ તાલીમ લીધી છે.