તા. ૧ અને ૨ જુન ૨૦૧૯ ના રોજ સુરત ઓફિસર્સ જીમખાના સુરત ખાતે સુરત ડીસ્ટ્રીકટએર વેપન શૂટિંગ ચેમ્પીયનશીપનું શૂટિંગ એસોશીએશન ઓફ સુરત ડીસ્ટ્રીકટઅને ગુજરાત સ્ટેટ રાઈફલ એસોશીએશન તરફથી આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં વિવિધ જીલ્લાઓ માંથી આશરે ૨૮૦ થી વધુ શૂટર્સઓએ ભાગ લઇ સ્પર્ધાને સફળ બનાવી હતી. આ સ્પર્ધામાં સુરત શહેરની કર્તવ્ય શૂટિંગ સ્પોર્ટ્સ તરફથી કુમારી રીતીકા એન. કહાર, સબ જુનિઅર એર પિસ્તોલ (મહિલા) કેટેગરીમાં ભાગ લઇ ગોલ્ડ મેડલ્સ મેળવ્યો હતો.

ઉપરોક્ત સિદ્ધી પ્રાપ્ત કરવા બદલ જીવનભારતી સ્કુલ અને કર્તવ્ય શૂટિંગ સ્પોર્ટ્સ ક્લબના ડાયરેક્ટર / કોચ શ્રી નીતિન કહાર તરફથી અભિનંદન પાઠવી ખુશીની લાગણી વ્યક્ત કરી છે. અને આગળ પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવી છે. હાલમાં ઉપરોક્ત શૂટર્સ આર્ય સમાજના સહયોગથી આર્ય સમાજ મંદિર હોલ, સોની ફળીયા ચોક, સુરત ખાતે તાલીમ લઇ રહ્યા છે.