‘કારગિલ વિજય દિન’ નિમિત્તે AAN દ્વારા ચાલતી NCC ની પ્રવૃત્તિના હેડ શ્રી આકાશભાઈ શાહ ને શાળામાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેઓએ વિદ્યાર્થીઓને ભારતના ઈતિહાસથી અવગત કરી પ્રોજેક્ટર દ્વારા કારગિલ યુદ્ધની ઝાંકી કરાવી હતી. આ પ્રસંગે આચાર્યાશ્રી નિમિષાબહેન નાયક, નિરીક્ષકશ્રી મૃગાબહેન વજીર સહિત શ્રેણી ૫ હતી ૮ ના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. શ્રેણી ૮ના વિદ્યાર્થીઓએ પણ આ પ્રસંગે પ્રેઝન્ટેશન દ્વારા કારગિલ યુદ્ધની માહિતી બાળકોને આપી હતી. નિરીક્ષકશ્રીએ કાર્યક્રમનો મુખ્યહેતુ વિદ્યાર્થીઓમાં દેશદાઝ જગાડવાનો હતો તે જણાવી વંદેમાતરમના નારા બોલાવી વિદ્યાર્થીઓમાં જુસ્સો જન્માવ્યો હતો. મ.શિક્ષિકા શ્રી ફોરમબહેને મંચ સંચાલન સાથે સુંદર દેશભક્તિ ગીત રજુ કર્યું હતું.